Porbandar,તા.22
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનું જોર ગઈકાલથી નબળુ પડયુ છે. અને રાજયના 212 તાલુકામાં 0.5 થી માંડી-3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જો કે કેશોદ અને ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે.
રાજયફલડ સેલમાંથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન વલસાડનાં પારડીમાં- 3.5, ધરમ પુરમાં પોણાત્રણ નવસારીનાં ખગ્રામમાં સવા- બે, વલસાડનાં કપરાડામાં- બે, સાબરકાંઠાના તાલોદમાં- બે, વલસાડમાં- બે, ડાંગમાં પોણો- બે ઈંચ, તેમજ કચ્છનાં અબડાસામાં- 1, જૂનાગઢનાં ભેંસાણમાં-1, મેંદરડામાં-1 કચ્છનાં માંડવીમાં પોણો, રાજકોટનાં લોધીકામાં પોણો, ગોંડલમાં પોણો અને રાજકોટ શહેરમાં 0॥ ઈંચ વરસાદ પડયો હતો.
દરમ્યાન આજે પણ સવારથી રાજકોટ સહિત અનેક સ્થળે ચોમાસુ માહોલ છવાયેલો રહ્યો હતો. અને ઝરમર વરસાદ સમયાંતરે પડતો હતો.જયારે સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ કેશોદ સહિત ના અનેક ઘેડ પંથકના ગામો હજુ પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં પડેલા ભારે વરસાદ ના પુરથી માણાવદર ના ભલગામ અને કેશોદ ના બામણાસા ઘેડ ગામે નદીઓનાં પારા તુટી જતાં ખેતીની જમીન તથા પાક ને મોટું નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યું છે …….
ઓજત નદી સાબળી નદી અને બાટવા ખારા ના પુર નું પાણી દર વર્ષે ઘેડમાં પ્રવેશ છે અને જેને કારણે લોકો ના જાનમાલ તથા ખેતીને મોટેપાયે નુકશાન થાય છે ત્યારે સરકાર દ્વારા થોડા સમય પહેલાં ઘેડની સમસ્યા ને ધ્યાનમાં રાખીને નદીઓને ઉડી પહોળી કરવા માટે કરોડો રૃપિયા ની યોજના ની જાહેરાત કરી છે પરંતુ આ યોજના કયારે સાકાર થશે ? તે અંગે પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે….
અતિભારે પડેલા વરસાદથી આજે પણ માંગરોળ કેશોદ અને માણાવદર વિસ્તાર ના ઘેડના ગામો ના અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ છે અને અનેક ગામો સંપર્ક વિહોણા છે તો બીજી તરફ ભારે વરસાદ ના પુરથી ઘેડ પંથકમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.
તો બીજી તરફ બામણાસા ગામે નદીમાં આવેલા ધોડાપુર થી ખેતરનો પારો તુટી ગયો હતો અને એક મકાન પણ ઘરાશય થયા ના સમાચાર જાણવા મળ્યા છે આમ આવી સ્થિતિ ઘેડ પંથકમાં દર વર્ષે જોવા મળે છે ત્યારે સરકાર તાત્કાલિક આ બાબતે યોગ્ય કરે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યાં છે. (તસવીર અહેવાલ પ્રકાશ દવે કેશોદ)
ભાવનગર
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર સિહોર અને ગારીયાધારમાં એક ઇંચ જ્યારે વલભીપુર પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારે તડકો નીકળ્યો હતો. આજે સવારના 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુરમાં 16 મી.મી .,ઉમરાળામાં 6 મી.મી., ભાવનગર શહેરમાં 26 મી.મી. સિહોરમાં ,24 મી.મી. ગારીયાધારમાં 23 મી.મી. પાલીતાણામાં 14 મી.મી. તળાજામાં 8 મી.મી. અને જેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર
જામનગર શહેરમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યા બાદ બપોરે દોઢેક વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો, અને બપોરે 4.00 વાગ્યા સુધીમાં 29 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. ચાલુ વરસાદી સિઝનમાં મોસમનો કુલ વરસાદ 483 મી.મી. ( 20 ઇંચ) નોંધાયો છે.
જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે બપોર બાદ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પાણી થયા હતા. આ ઉપરાંત ધ્રોલમાં 6 મી.મી., કાલાવડ માં 4 મી.મી. લાલપુરમાં આઠ મી.મી., અને જામજોધપુર માં છ મી.મી. વરસાદ નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડામાં 22 મી.મી., જામજોધપુરના વાંસજાળીયામાં 23 મી.મી., શેઠ વડાળા માં 12 મી.મી. સમાણા માં 9 મી.મી., જામવાડીમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
ઉપરાંત કાલાવડ ના મોટા વડાળામાં 14 મી.મી. જોડિયા ના બાલંભામાં 13 મી.મી., જામનગર તાલુકાના વસઇ માં 12 મી.મી. જાંબુડા 11 મી.મી. મોટી બાણુંગાર માં 15 મી.મી., અને લાખાબાવળમાં 14 મી.મી વરસાદ નોંધાયો છે.