Morbi,તા.11
મોરબીના દરબાર ગઢ ખાતે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે વિવિધ ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવથી ઉજવાશે
મોરબીના દરબારગઢ ખાતેના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તા. ૧૨ ને શનિવારે શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિતે સવારે શુભ ચોઘડિયે ધજા આરોહણ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી અને સાંજે ૭ કલાકે સંધ્યા આરતી ઓરકેસ્ટ્રાના સથવારે યોજાશે તેમજ સાંજે મહાપ્રસાદ અને રાત્રીના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ચોકમાં સુંદરકાંડ પાઠનં આયોજન કરેલ છે જે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે