Rajkot,તા,18
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના પ્રાથમિક વિભાગ દ્વારા બાળકો માટે સોની સબ ચેનલ દ્વારા “ચતુરાઈ કા ચેમ્પિયન” કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે વિવિધ એક્ટીવિટીઓ યોજવામાં આવી હતી. જેમાં બાળકોને જુદી જુદી પહેલીઓ પૂછીને એક્ટિવિટી કરાવવામાં આવી હતી. બાળકોએ એક પછી એક એમ બધી પહેલીઓના જવાબ આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રવૃત્તિમાં પસંદ થયેલા વિધાર્થીઓ વચ્ચે હરીફાઈ કરીને “ચતુરાઈ કા ચેમ્પિયન”ના વિજેતા વિધાર્થીઓને જાહેર કરવામાં આવ્યા હતા. સોની સબ ચેનલના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથે શાળાના અન્ય બાળકોને પણ ગિફ્ટ આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળા પરિવારે આ ક્ષણે સોની સબ ચેનલનો આભાર માન્યો હતો.આ ક્ષણે શાળાના વરિષ્ઠ સલાહકાર શ્રી લાલજીભાઈ ભરખડા, ઉપઆચાર્યશ્રી મહેશભાઈ વાડદોરિયા, આરતીબેન ગોજરીયા તેમજ શાળાના સર્વે શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.