Jasdan, તા. 26
જસદણ વિંછીયા સાંજ સમાચારના બ્યુરો ચીફ નરેશ ચોહલીયા ના અંબાજી આશ્રમની ગુજરાતના ખ્યાતનામ લોકગાયિકા યોગીતા પટેલ તથા સિંગર રિયા તન્નાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ સોનલબેન વસાણી ડાયમંડ ઍ સો પ્રમુખ પી વી ભાયાણી અમરેલીના પૂર્વ નગરપતિ પ્રકાશભાઈ કારીયા સહિતનાઓ સાથે રહ્યા હતા
જસદણ શહેરના બાયપાસ રોડ પલ હોસ્પિટલ સામે જસદણ વિછીયા ના સાંજ સમાચાર ના બ્યુરો ચીફ નરેશભાઈ ચોહલીયાના જય અંબાજીમાં આશ્રમની ખાસ શુભેચ્છા મુલાકાતે સૌરાષ્ટ્ર ગુજરાતના વિખ્યાત લોકગાયિકા યોગીતાબેન પટેલ તથા ખ્યાતનામ સિંગર રિયાબેન તન્ના આવ્યા હતા.
જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ તેમજ રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી સાથેના પારિવારિક નાતે તેઓની મુલાકાત લીધી હતી ત્યારબાદ જસદણ ખાતે પધારેલ તે સમયે પત્રકાર નરેશભાઈ ચોલીયાના અંબાજી આશ્રમની ખાસ શુભેચ્છા મુલાકાત લેવા માટે બંને લોકગાયકાઓ પધારેલ સાથે અમરેલીના પત્રકાર અને અમરેલી ના પૂર્વ નગરપતિ પ્રકાશભાઈ કારિયા તેમજ જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને જસદણ પાલિકાની આયોજન સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ભાયાણી ઉર્ફે પીવીભાઈ પત્રકાર કરણભાઈ બાવળીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા આ સમયે શુભેચ્છા મુલાકાત અંતર્ગત હળવાશ ભરી નિખાલસ ચર્ચાઓ સાથે શુભેચ્છાઓની આપ લે કરી હતી.

