Jamnagar,તા.22
જામનગર શહેરમાં એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક મોબાઈલ ચોર પોલીસ ટુકડીના હાથે ઝડપાઈ ગયો છે, અને તેની પાસેથી ચોરાઉ મનાતા રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેને સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે.
જામનગરની લોકલ કાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જેદરમિયાન વુલનમીલ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા કિશન ભુરાભાઈ સાડમીયા નામના એક શખ્સને અટકાવીને તેની તથાસી લેતાં તેના કબજા માંથી જુદા જુદાત્રણ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં પોતે બિલ રજૂ કરી શક્યો ન હતો, અને તે મોબાઇલ ચોરી કરીને મેળવેલા હોવાનું કબૂલી લીધું હતું. તેણે મોબાઈલ ફોનની ચોરી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી કરી હોવાથી એલસીબીની ટુકડીએ રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત ના ત્રણ નંગ મોબાઈલ ફોન સાથે કિશન ભુરાભાઈને સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીપો છે. ત્યાં તેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.