Prabhaspatan, તા.17
સોમનાથ ટ્રસ્ટ સંચાલીત પે એન્ડ પાકિંગ ઝોનમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થતી રહી છે. જેમાં ચોરીના વધુ બે બનાવોનો ઉમેરો થયો છે. જેમાં તારીખ 2-11-25 ના રોજ ખાનગી ટ્રાવેલ્સની એક બસનો ડ્રાઇવર બસની બેડ ઉપર તેનું પાકીટ, મોબાઈલ, જરી કાગળો રૂપિયા 4500 ના રકમ સાથેની વસ્તુઓની ચોરી થવા પામી છે જે અંગે તેને પોલીસમા જાણ કરેલ છે જેથી પોલીસે રાબેતા મુજબ અરજી લઈ સંતોષ માનેલ છે.
એવી જ રીતે પાર્કિંગમાં આવેલ શીતલ આઈસ્કીમ પાર્લરમાંથી સળયા વગરની કાચની બારી તોડી તસ્કરે રૂ. 90 હજારની ચોરી કરેલ છે. જે અંગેની પણ પ્રભાસ પાટણ પોલીસે અરજી લઇ સંતોષ માનેલ છે.
સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં અવાર નવાર ચોરીઓ થતી જ રહે છે. ત્યાં રાખેલો સ્ટાફ કોઈ જાતનું ધ્યાન આપતા નથી પાકિંગમા અજાણ્યા મોટરના કાચ સાફ કરનારા પાર્કીંગના ચારે બાજુના દરવાજા ખુલ્લા કમ્પાઉન્ડ વોલ ઠેકી આવતા લોકો ફાલતું પડયા પાર્થયા લોકો ને કોઈ રોકનાર નથી અને પેટ્રોલીંગ જેવું કંઇ છે જ નહી સીકયુરીટી માત્ર દરવાજે ખુરશીઓ ઢાળી સાથી કર્મચારીઓ સાથે વાતચીતો કે મોબાઈલ વાતોમાં વ્યસ્ત હોય છે. પણ તોતીંગ ફી ભરી વાહન પાર્ક કરનારની સુરક્ષા દેખરેખ રખાતી નથી.

