જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ગેરકાયદેસર રીતે વસતા ઘુસણખોરો સામે પોલીસની સ્ટ્રાઈક ભાવનગરમાં આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. જેમાં વાળુકડની મદીના મસ્જીદમાં હિંદી ભાષી લોકોની ચહલ-પહલ વધી હોવાની અફવાના પગલે ભાવનગર એસઓજીની ટીમ દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મસ્જીદમાં ૧૫ જેટલા લોકોની ઝીણવટ ભરી પુછપરછ હાથ ધરી તેમના ડોક્યુમેન્ટ કબ્જે લીધા હોવાનું એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૫ જેટલા લોકો ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું તદ્ઉપરાંત કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી. આ સિવાય ઉમરાળા પોલીસે આજે ધોળા જં. રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તાર, ઉમરાળા ધામ દાતાર ચોક પાસેના શંકાસ્પદ પરપ્રાંતિય વિસ્તારમાં ૨૦૦ જેટલા શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટની ચકાસવામાંં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ મળ્યું નથી તેમ ઉમરાળા પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું. તદ્ઉપરાંત ગત રોજ સિહોર પોલીસ દ્વારા ત્રણ ટીમો બનાવી સિહોર જીઆઈડીસી વિસ્તાર, ઘાંઘળી, લીલાપીર વિસ્તાર, મેમણ કોલોની, ગરીબશાપીર વિસ્તાર, રહેમતનગર અને ઘાંચીવાડ વિસ્તારમાં ૪૦૦થી વધારે ઈસમો અને ૧૫૦થી વધારે રહેણાંક તથા ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
Trending
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- કામનામાં રચ્યા-પચ્યા લોકોને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી
- ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Ahmedabad માં બહુમાળી ઈમારતમાં આગ
- Kolkata Knight Riders આઠ વર્ષ બાદ દિલ્હીને હોમ પીચમા હરાવી
- આજે Chennai Super Kings and Punjab Kings વચ્ચે ટક્કર
- 14 વર્ષની વયે 101 રનની ઇનિંગ્સ રમનાર પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ વિજેતા બન્યો Vaibhav Suryavanshi