છેલ્લી વખત બોલિવૂડની કોઈ હિન્દી ફિલ્મે દર્શકોને મોટા પાયા પર ક્યારે પ્રભાવિત કર્યા હતા? કારણ કે હિન્દી ફિલ્મોના મોટાભાગના દર્શકો કા તોર્ અથવા દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મો તરફ વળવા લાગ્યા છે. ઉત્તર ભારતીય પ્રેક્ષકોએ બાહુબલી, ઇઇઇ , પુષ્પાઃ ધ રાઇઝ જેવી જબરદસ્તી અને પ્રભાવશાળી ફિલ્મોને પસંદ કરવાનું શરૂ કર્યું છે. કન્ટેન્ટની વાત કરીએ તો બોલિવૂડ અને સાઉથ સિનેમા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. તે સમજી શકાય છે કે બોલિવૂડ ઘણીવાર વાર્તા કરતાં ગ્લિટ્ઝ અને ગ્લેમર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે દક્ષિણની ફિલ્મ નિર્માતા સ્ટોરી પર પ્રભુત્વ આપવા માંગે છે. મોટાભાગની દક્ષિણ ભારતીય ફિલ્મો માત્ર ચમકદાર જ નથી પણ એક્શનથી પણ ભરપૂર હોય છે અને વાર્તા સાથે ક્યારેય બાંધછોડ કરતા નથી. દક્ષિણના ફિલ્મ નિર્માતાઓ સારી રીતે સમજે છે કે દર્શકો એક્શનની સાથે સ્ટોરી સારી હોય તેવુ પણ ઈચ્છે . દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓ પ્રેક્ષકોની આ ઇચ્છાને ક્યારેય અવગણી નથી, જે બોક્સ ઓફિસ પર પણ સારા પરિણામો તરફ દોરી જાય છે. બાહુબલીથી લઈને પુષ્પા સુધી આના સફળ ઉદાહરણો છે. કોવિડ-૧૯ રોગચાળા પછી ઘણું બદલાઈ ગયું છે. લોકોની દિનચર્યા બદલાઈ ગઈ છે, મનોરંજન પણ બદલાઈ ગયું છે. દર્શકોએ અર્થપૂર્ણ વાર્તાઓ શોધવાનું શરૂ થયું છે.ર્ ં્્ પ્લેટફોર્મ લોકોનો કંટાળો દૂર કરવાનો સૌથી મોટો રસ્તો બની ગયો. બીજી તરફ, કોરિયન નાટકોએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં નવી શોધો થવા લાગી. અહીં એક ચમત્કારિક જાદુઈ અસર હતી, અને હૃદય અને દિમાગને હચમચાવી દે તેવી વાર્તા પણ હતી. લોકો હવે એવી સ્ટોરી જોવા માંગે છે કે જે દર્શકોને મનોરંજનની સાથે સ્ટ્રોગ સ્ટોરી ધરાવતી હોય. દક્ષિણ ભારતીય સિનેમા આને સારી રીતે સમજે છે. ઉદાહરણ તરીકે મંજુમ્મેલ બોયઝ જોઈ લો. આ સર્વાઇવલ ડ્રામા છે. વાર્તા જમીન સાથે જોડાયેલી છે. પાત્રોને લોકો રિલેટ કરી શકે છે. હીરો એક નાના ગામમાં બેરોજગારી અને સામાજિક દબાણના પડકારોનો સામનો કરી રહ્યો છે. તેનાથી વિપરિત, બોલિવૂડ હજુ પણ જૂના ફોર્મ્યુલા પર વધુ નિર્ભર હોય તેવું લાગે છે. મોટા બજેટની ફિલ્મો ઘણીવાર કન્ટેન્ટને બદલે સ્ટાઇલ પર ફોકસ કરે છે. હા, ૧૨મી ફેલ અને લાપતા લેડીઝ જેવી ફિલ્મો બતાવે છે કે બોલિવુડમાં હજુ પણ સ્ટ્રોંગ સ્ટોરી લાવવાનો દમ છે, પરંતુ આ ફિલ્મો અપવાદ છે. આ દિશામાં હજુ વધુ કામ કરવાની જરૂર છે. દક્ષિણ ભારતીય સિનેમાનો જાદુ તેની પ્રામાણિકતામાં રહેલો છે, જ્યાં વાર્તાઓ ફિલ્મનું મુખ્ય તત્વ છે. ઉદાહરણ તરીકે અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રાઇઝ લો. તે સાચું છે કે તે એક ડ્રામેટિક એક્શન ફિલ્મ છે પરંતુ તે સફળ થાય છે કારણ કે મુખ્ય પાત્ર પોલિશ્ડ હીરો નથી. તે એવી વ્યક્તિ છે જેના અસ્તિત્વમાં લોકો વિશ્વાસ કરી શકે છે. પુષ્પા સિવાય કાંતારા જેવી ફિલ્મો જે લોકકથા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. આ બોલિવૂડ અને સાઉથ સિનેમા વચ્ચેનો મૂળભૂત તફાવત છે. બોલિવૂડ ઘણીવાર સાઉથ કરતા વધુ પોલીશ લગાવે છે. હીરોઝને વધારે પડતા જ પોલીસ્ડ કરીને દર્શાવે છે. આહીં હીરો સિવાય પણ અન્ય પાત્રો સામેલ હોય છે જેના પર કામ કરવામાં આવતું નથી. દક્ષિણ ભારતીય સિનેમાના લોકો જોખમ લેવાથી ડરતા નથી, તેઓ સ્ક્રીન પ્લેના સ્તરે હિંમતવાન અને નિર્ભય છે. તેઓ પ્રયોગ કરે છે, તેઓ સીમાઓને આગળ ધપાવે છે અને તેઓ હજુ પણ પ્રેક્ષકોને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે કેથી ફિલ્મ. આ એક તમિલ થ્રિલર છે જે કોઈ સમય બગાડતો નથી. આખી ફિલ્મ એક જ રાતમાં ખુલી જાય છે – કોઈ ગીત નથી, કોઈ રોમાંસ નથી, ફક્ત હૃદય હચમચાવી દે તેવી કરુણ વેદના છે. તેમ છત્તા પણ લોકો એ તેને ભરપુર પ્રેમ આપ્યો. આ દરમિયાન બોલિવૂડના લોકો અલગ રીતે રમી રહ્યા છે. અહીં ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું છે. કબીર સિંઘ અથવા દૃષ્ટિમ ૨ જેવી રિમેક બનાવીને ફરી જૂની સફળતાઓનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ પ્રેક્ષકો નવું કન્ટેન્ટ માંગે છે. તેઓ રિપિટ થતી સ્ટોરી જોવા નથી માંગતા. હવે દર્શકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે. તેમની અપેક્ષાઓ પ્રમાણે બોલિવુડે પોતાના કન્ટેન્ટ બનાવવા જોઈએ અને તેના પર વધારે કામ કરવું જોઈએ.
Trending
- ખતરનાક cyber attack થી લંડન, બ્રસેલ્સ અને બર્લિનમાં અફરા-તફરી,મુસાફરો પરેશાન
- દરેક નવરાત્રીમાં, દેવી એક અલગ વાહન પર આવે છે, અને તેની અસરો અલગ અલગ હોય છે
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે TikTok સોદાને મંજૂરી આપી છે
- Nepal માં જનરલ ઝેડ વિરોધ પ્રદર્શન પછી જેલમાંથી ભાગી ગયેલા ૮,૦૦૦ કેદીઓ હજુ પણ મુક્ત ફરે છે
- Hizbul Mujahideen અને જૈશ-એ-મોહમ્મદ પીઓકેથી કેપીકે ભાગી રહ્યા છે
- 21 સપ્ટેમ્બર નું પંચાંગ
- 21 સપ્ટેમ્બર નું રાશિફળ
- Adyashakti ર્માંની આરતીનો આધ્યાત્મિક અર્થ