Surendaranagar તા.24
દસાડા રોડ પર પસાર થતી એસટી બસ પલ્ટી જતા સદભાગે ડ્રાયવર-કંડકટર સહીત તમામ મુસાફરોનો બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા રોડ પર એક એસટી બસ પલટી મારવાની ઘટના સામે આવી છે. વિરમગામથી સમી તરફ જતી એસટી બસ સામે અચાનક એક ગાય આવી જતાં, ડ્રાઈવરે ગાયને બચાવવા પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન બસ રેતીના ઢગલા પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં કુલ સાત મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરની સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ સાત મુસાફરો તેમજ ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 9 લોકો સુરક્ષિત રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ડેપો મેનેજર અને સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.