Mumbai, તા. 18
શેરબજારમાં મંદીના મોજા વચ્ચે પણ પ્રાયમરી માર્કેટને કોઇ વિપરીત અસર ન હોય તેમ આજે એકસાથે પાંચ આઇપીઓનું લીસ્ટીંગ થયું હતું અને તમામમાં ઇન્વેસ્ટરોને કમાણી થતા રાહતની લાગણી ફેલાઇ હતી.
પ્રાયમરી માર્કેટમાં ગત સપ્તાહમાં શ્રેણીબધ્ધ કંપનીઓએ નાણા એકત્રીત કરવા માટે આઇપીઓ જાહેર કર્યા હતા તેમાં મોબીકવીક, વિશાલ મેગા માર્ટ જેવા મેઇન બોર્ડના આઇપીઓનો પણ સમાવેશ થતો હતો.
આજે મેઇન બોર્ડના ત્રણ આઇપીઓનું લીસ્ટીંગ થયું હતું. વિશાલ મેગા માર્ટ 78ના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો જેનુ 33.33 ટકા િ5્રમીયમથી લીસ્ટીંગ થયું હતું. ઇન્વેસ્ટરોને નાની અરજીમાં 4940 રૂપિયાનો નફો મળતા ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
આ ઉપરાંત સાંઇ લાઇફ સાયન્સ પ49ના ભાવે આપવામાં આવ્યો હતો તેનું 6પ0 રૂપિયામાં લીસ્ટીંગ થયું હતું. 18.4 ટકાનું પ્રિમીયમ રહ્યું હતું. ઇન્વેસ્ટરોને નાની અરજીમાં 2727 રૂપિયાનો નફો થયો હતો.
મોબીકવીકના લીસ્ટીંગ પર ઇન્વેસ્ટરોની ખાસ નજર હતી કારણ કે તેમાં ચિકકાર રોકાણ થયું હતું. કંપનીએ ર79ના ભાવે શેર આપ્યા હતા તેની સામે 440 રૂિ5યામાં લીસ્ટીંગ થયું હતું. પ7.71 ટકાનું પ્રિમીયર હતું.
ઇન્વેસ્ટરોને નાની અરજીમાં 8પ33 રૂપિયાની કમાણી થતા ઉત્સાહ સર્જાયો હતો. આ સિવાય બે એસએમઇ આઇપીઓના લીસ્ટીંગ હતા તેમાં પર્પલ યુનાઇટેડ સેલ્સ અને સુપ્રીમ ફેસેલીટી મેનેજમેન્ટનો સમાવેશ થતો હતો.