Mumbai, તા.01
મુંબઇ શેરબજારમાં આજે સંવત વર્ષ 2080ના અંતિમ દિવસે મંદીનો આંચકો હતો. સેન્સેક્સમાં 500 પોઇન્ટથી વધુનું ગાબડુ પડ્યું હતું તમામ ક્ષેત્રના શેરોમાં ઘટાડો હતો.
શેરબજારમાં આજે શરૂઆત જ મંદીના ટોને થઇ હતી. વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલીને કારણે માનસ નબળું હતું.
નવા કોઇ સારા કારણોની ગેરહાજરી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે આવતા મહિને અમેરિકા તથા ભારતીય રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ નવો ટ્રેન્ડ ઉભો થઇ શકે છે. નવા ટ્રેન્ડ માટે નવા કારણોની પ્રતિક્ષા છે.
શેરબજારમાં આવતીકાલે સાંજે 6 થી 7 દરમિયાન મુર્હુત ટ્રેડિંગ થનાર હોવાનું ઉલ્લેખનીય છે. શેરબજારમાં આજે કોટક બેંક, મારૂતિ, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ જેવા શેરોમાં ગાબડા હતા. સીપ્લા, લાર્સન, હીરો મોટો, ડો. રેડ્ડી ઉંચકાયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 510 પોઇન્ટના ગાબડાથી 39431 હતો. નિફટી 131 પોઇન્ટના ઘટાડાથી 24209 હતો.