Ahmedabad,તા.24
અમદાવાદ શહેરના બેહરામપુરા વિસ્તારમાં રવિવારે સાંજે CCTV કેમેરાના એન્ગલ અને પ્રાઇવસીને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમેરાનું મોઢું પોતાના ઘર તરફ આવતું હોવાનો વિરોધ કરનાર 34 વર્ષીય વકીલ અને તેમના ભાઈ પર એક જૂથ દ્વારા લાકડીઓ અને ઇંટો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે અસામાજિક તત્વોએ દુકાન કાચ પણ તોડી નાખ્યા હતા.
બીજી સાંજે અબ્દુલ અઝીમ ખાન પોતાના ભાઈ સમીરની ગારમેન્ટની દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે આદિલ નામના યુવકે તેમને અટકાવી અગાઉના બનાવ અંગે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આદિલ, સફવાન અને અબ્દુલ રઝાક નામના શખ્સનો ડ્રાઇવર અબ્દુલની પાછળ દુકાને પહોંચ્યા હતા અને ગાળો આપી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇંટો મારીને ભાઈની દુકાનના કાચ પણ ફોડી નાખ્યા હતા.
ડરી ગયેલા અબ્દુલ પોતાના ઘર તરફ ભાગ્યા ત્યારે સોસાયટીના ગેટ નંબર-2 પાસે ત્રણેય શખ્સો લાકડીઓ સાથે તેમની પાછળ પહોંચી ગયા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હસન, મોહમ્મદ, શાહબાઝ, ઝુબેર અને એક બાઉન્સર સહિત વધુ પાંચ લોકો આ હુમલામાં જોડાયા હતા. બચાવવા વચ્ચે પડેલા પરિવારજનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અબ્દુલ અઝીમ ખાનને કપાાળના ભાગે અને સમીરને બંને હાથ તથા કપાાળ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે અબ્દુલ અઝીમ ખાને 8 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાણીલીમડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વિસ્તારમાં રહેતા 34 વર્ષીય વકીલ અબ્દુલ અઝીમ ખાનના પડોશમાં સોહિલ હનીફભાઈ શેખ ભાડાના મકાનમાં રહે છે. ગત 22 ઓગસ્ટના રોજ સોહિલના ઘરે કેટલાક યુવકો CCTV કેમેરા ફિટ કરવા આવ્યા હતા. આ દરમિયાન કેમેરાનું મોઢું એ રીતે રાખવામાં આવી રહ્યું હતું જેથી અબ્દુલ અઝીમ ખાનના ઘરનો અંદરનો ભાગ સ્પષ્ટ દેખાય. અબ્દુલે આ બાબતે વાંધો ઉઠાવી કેમેરા એ રીતે ન લગાવવા જણાવતા તે સમયે યુવકો ત્યાંથી જતા રહ્યા હતા.

