Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો
    • Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો
    • Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી
    • જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી
    • દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
    • Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી
    • કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
    • Ahmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
    લેખ

    કવિ નર્મદાશંકર લાલશંકર દવેની193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજે 24 ઓગસ્ટ છે ત્યારે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નર્મદાશંકર લાલશંકર દવેની 193મી જયંતીને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સાંપ જેમ કાંચળી બદલે તેમ ગુજરાતી ભાષાએ સમયાંતરે નવા શબ્દો અપનાવ્યા છે. ગુજરાતી ભાષામાં પણ હાલ અનેક એવા શબ્દો જે વિસરાઈ ગયા છે અને તેનું સ્થાન અન્ય શબ્દોએ લઈ લીધું છે. જેમાં શિરામણ, વાળુ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. રાત્રિના ભોજન માટે વાળુ જ્યારે સવારના સમયના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. હવે આ શબ્દોને સ્થાને મોટાભાગના લોકો ડિનર, બ્રેકફાસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે.સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય તો માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. નર્મદે લખેલી આત્મકથા ‘મારી હકીકત’ એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં નિભીક અને સ્પષ્ટ વક્તા તરીકે નર્મદ પોતાની આત્મકથામાં લખે છે કે, ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો… મારી જાણ પ્રમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડે કે ન પડે…’

    1970ના દાયકામાં કોઈએ જ્યારે કલ્પના સુધ્ધા નહીં કરી હોય ત્યારે નર્મદ ગુજરાતી ભાષાનો શબ્દકોશ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. એક વર્ષના પરિશ્રમ બાદ એ જમાનામાં તેમણે 25 હજારથી વધુ શબ્દો સાથેનો શબ્દકોશ તૈયાર કર્યો હતો. કદાચ આપણને ખ્યાલ પણ નહીં હોય કે આપણે રોજ બોલતા ઘણા શબ્દો ફારસી ભાષાના છે. સદીઓ પહેલાં ઈરાન અને ભારત વચ્ચે બંધાયેલા સાંસ્કૃતિક અને વેપારી સંબંધોએ ફારસી ભાષાને ગુજરાત સુધી પહોંચાડી હતી. સમય જતાં આ શબ્દો ગુજરાતીમાં એટલા વણાઈ ગયા કે હવે તે આપણા જ લાગે છે.

    ગુજરાતીમાં વણાઈ ચૂકાયેલા અન્ય ભાષાના શબ્દો

    અરબી : હિસાબ, કાયદો, દુનીયા, તારીખ, કિંમત, ખબર, હક, જરૂર, સબૂત, સલામ, સાહેબ, જલસો, ઈનામ.

    ફારસી : સરકાર, દરવાજો, બજાર, દુકાન, મહેમાન, રંગ, દરબાર, કબાટ, કમર, બંદૂક, ચશ્મા, નાસ્તો, કલમ, દફતર, દુશ્મન.

    અંગ્રેજી : પોલીસ, હોસ્પિટલ, ડૉક્ટર, ટિકિટ, ટ્રેન, બસ, સ્ટેશન, બોટલ, મોબાઈલ, રેડિયો, સિનેમા, હોટલ.

    પોર્ટુગિઝ : તમાકુ, અનાનસ, બટાટા, પાઉં, સાબુ.

    ફ્રેન્ચ : ગેરેજ, બ્યુરો.

    ગુજરાતી ભાષાના વિસરાયેલા તળપદા શબ્દો

    ગામોતરું : બહારગામ મહેમાનગતિએ જવું.

    મઝિયારા : સંયુક્ત કુટુંબ.

    ઝભલું : નાના બાળકોને પહેરાવવામાં આવતું આરામદાયક વસ્ત્ર.

    વહેલ : વરરાજાને બેસાડીને લઈ જવા માટે શણગારેલું નાનકડું ગાડું.

    પહેરણ-ખમીસ : સામાન્ય શર્ટ કે પહેરવેશ.

    ખૂંટી : ઓસરીની દીવાલમાં જેના પર પાઘડી-તલવાર કે કપડાં-થેલી લટકાવી શકાય.

    ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો.

    ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું કે જ્યાં ગાદલાં-ઓશિકા મૂકવામાં આવે છે.

    શિરામણ : સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલા નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને જતાં હોય છે.

    વાળુ ટાણું : સંધ્યા ભોજનની વેળા.

    વંડી : મકાનની આસપાસ માટીની બનાવવામાં આવેલી આશરે 6થી 8 ફૂટની દીવાલ.

    ટબુડી : નાના બાળકોના પાણી પીવા માટે પિત્તળની ધાતુનું નાના આકારનું પાત્ર.

    ફળિયું : ઘરની આગળની જગ્યા.

    શિરામણ, વાળુ, ખૂંટી, વંડી, ફળિયું જેવા તળપદા શબ્દો સમયાંતરે ગુજરાતી ભાષામાંથી વિસરાયા.

    World Gujarati Language Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: બેહરામપુરામાં CCTV કેમેરાનું એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો,8 લોકો સામે ફરિયાદ
    Next Article Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી
    Vikram Raval
    • Website

    Related Posts

    સાહિત્ય જગત

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026
    લેખ

    તંત્રી લેખ…ખાંડના ભાવમાં વધારો

    August 22, 2026
    લેખ

    શ્રી મહાકાલેશ્વર જ્યોતિલિંગની કથા

    August 22, 2026
    લેખ

    તંત્રી લેખ…જાહેર પ્રતિનિધિઓ જવાબદારીથી મુક્તિ મેળવે છે

    August 21, 2026
    લેખ

    શ્રી ૐકારેશ્વર જ્યોતિર્લિંગની કથા ભાગ-૧

    August 21, 2026
    લેખ

    બળતણ-નિર્ભર ભારત વિરુદ્ધ મોંઘા રસોડા: શું સામાન્ય માણસ ઇ-20 નીતિની કિંમત ચૂકવી રહ્યો છે?

    August 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 13:07
    Categories
    Latest News

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026

    જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી

    August 24, 2026

    દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

    August 24, 2026

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026
    Search
    Main News

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.