New Delhi, તા.30
નવું વર્ષ 2026 બેન્કીંગ, વેતન, ડિજિટલ પેમેન્ટ અને સામાન્ય ગ્રાહક સાથે સંકળાયેલ અનેક મહત્વના નિયમમાં ફેરફાર લઇને આવી રહ્યું છે. આ ફેરફારોની અસર સીધી આપણી જિંદગી અને ખર્ચની યોજના પર જોવા મળશે. સૌથી મોટો ફેરફાર આઠમા પગાર પંચને લઇને થઇ રહ્યો છે. આથી લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોની માસિક આવકમાં ફેરફાર થશે.
આઠમું પગાર પંચ અસરકારક રહેશે
સરકાર ટૂંક સમયમાં આઠમું પગાર પંચ લાગુ કરનાર છે. જો કે તેને લાગુ થવામાં સમય લાગી શકે છે. જે અંતર્ગત વેતન, પેન્શન અને ભરતીમાં મહત્વના સંશોધન થઇ શકે છે. વેતન કેટલું વધી શકે છે તેના અધિકૃત આંકડા હજુ નક્કી નથી. પરંતુ પ્રારંભિક અનુમાનો મુજબ 20-35 ટકા સુધી વધારો સંભવ માનવામાં આવે છે.
આધાર-પાન લિંકીંગ
આધારને પાનથી લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. જે લોકો નક્કી તારીખ સુધીમાં લિંક નહીં કરાવે તો તેમનું પાન કાર્ડ 1-જાન્યુઆરીથી નિષ્ક્રિય થઇ જશે. પછી દંડ ભરીને તેને લિંક કરી શકાશે.
વાહનોના ભાવમાં વધારો
1-જાન્યુઆરીથી અનેક કંપનીઓ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરનાર છે. આ કંપનીઓમાં નિશાન, બીએમડબલ્યુ, એમજી મોટર અને રેનોલ્ટ જેવી કંપનીઓ સામેલ છે. અન્ય વાહન નિર્માતા કંપનીઓ પણ વાહનોના ભાવ વધારી શકે છે.
ક્રેડીટ સ્કોરનો અપડેટ હવે ઝડપી
ક્રેડીટ સ્કોરના અપડેટની ઝડપ વધારવામાં આવી રહી છે. પહેલા આ અપડેટ 15 દિવસમાં થતો હતો. હવે દર સપ્તાહે આ સ્કોર અપડેટ થશે. સમયસર હપ્તો ચુકવવાનો ફાયદો જલ્દી જોવા મળશે અને લોનની સ્વીકૃતિની પ્રક્રિયા વધુ ચોક્કસ બનશે.
સીએનજી-પીએનજી સસ્તી થવાની સંભાવના
યુનિફાઇડ ટેરિફ સિસ્ટમમાં ફેરફારની અસર ગેસની કિંમતો પર જોવા મળી શકે છે. ખબર મુજબ પીએનજી રૂા.1.25થી રૂા.2.50 દર કિલો સસ્તો થઇ શકે છે. સીએનજીમાં 90 પૈસાથી રૂા.1.80ની રાહત થઇ શકે છે.
યુપીઆઇ અને ડિજિટલ પેમેન્ટના કડક નિયમ
ડિજિટલ છેતરપિંડી પર લગા કસવા માટે યુપીઆઇ, મોબાઇલ નંબર અને બેન્ક ખાતા સાથે જોડાયેલા નિયમો સખ્ત બનશે. સિમ વેરિફીકેશન અને ડિજિટલ ઓળખ પર ખાસ જોર રહેશે જેથી ઓનલાઇન ફ્રોડના કેસ ઘટશે.
લોન પર રાહત, એફડી, નાની બચતના નિયમોમાં ફેરફાર
નવા વર્ષની શરૂઆતમાં જ અનેક મોટી બેન્કોએ લોનના વ્યાજના દરોમાં ઘટાડાના સંકેત આવ્યા છે. જેથી હોમ લોન અને પર્સનલ લોન લેવી સસ્તી પડી શકે છે. બીજી બાજુ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરોમાં પણ ફેરફાર થશે. સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં પણ વ્યાજ પણ ફેરફાર કરી શકે છે, આ દરે ગત 7 ત્રિમાસિકથી સ્થિર છે.

