Pakistan તા.21
ગઇકાલે સાંજે પાકિસ્તાનના અનેક મોટા શહેરોમાં ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયા હતા, તેજ ઝટકાથી ઇમારતો ધ્રુજવા લાગી હતી અને લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતાં. પેશાવર, ઇસ્લામાબાદ સહિતના શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઇ છે.
પાકિસ્તાનના હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર પડોશી દેશ અફઘાનિસ્તાના હિન્દુ કુશ ક્ષેત્રમાં હતું. રાહતની વાત એ છે કે ભૂકંપના આ ઝટકાથી જાન-માલને નુકસાનના કોઇ ખબર નથી. ભૂકંપનું કેન્દ્ર 101 કિ.મી.ની ઉંડાઇમાં હોવાનું બહાર આવ્યું છે.
ભૂકંપના જોરદાર આંચકા સીમાવર્તી ખૈબર પખ્તૂનખ્વા અને પંજાબ પ્રાંતમાં પણ અનુભવાયા હતા. સાંજે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દૈનિક કાર્યોમાં વ્યસ્ત લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
પેશાવર અને ઇસ્લામાબાદ જેવા મુખ્ય શહેરોમાં ઉંચી ઇમારતો હલવા લાગી હતી. ઝટકા લાંબા સમય સુધી અનુભવાયા હતાં. રાહતની વાત એ છે કે ભૂકંપના આ જોરદાર ઝટકાથી જાનહાની કે નુકસાનીના ખબર નથી.

