તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા માટે રાત્રીના ગાળા દરમિયાન ખૂબ સારી નિંદ અથવા તો ઉંઘ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. એક નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, વધારે પડતી ઉંઘ પણ નુકસાન કરી શકે છે. પરંતુ પૂરતી ઉંઘ વજન વધારવા માટે જવાબદાર જીનની અસરને ઘટાડવામાં ભૂમિકા અદા કરે છે. અભ્યાસના તારણો તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ઓળખી કાઢવામાં આવેલા ૬૦૪ જોડકાઓ અને ૪૮૪ પુરુષો અને મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસના આધાર ઉપર આ તારણો જારી કરવામાં આવ્યા છે તારણોમાં જણાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી સારી ઊંઘ મેળવતા લોકો લોઅર બોડી માશ ઇન્ડેક્સ ધરાવે છે. જોડકાઓમાં સાત કલાકથી ઓછા સમય સુધી ઊંઘ માણતાં બાળકોના વજન વધારવા માટે જનીન જવાબદાર હોય છે તે પૈકી ૭૦ ટકા જનીન ઉપર અસર કરે છે. પર્યાવરણના પરિબળ પણ અસર કરે છે જેમાં ડાઈટ અને કસરતનો પણ સમાવેશ થાય છે.
Trending
- Amreli પોલીસ જિલ્લાના ૨ લાખ બાળકોને ગુડ ટચ, બેડ ટચની ટ્રેનિંગ આપશે
- Junagadh જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયાપૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ
- Abu to Jamnagar લઈ જવાતુ ૯.૫૦ લાખનું સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું
- Botad જિલ્લા પંચાયત હસ્તક મેજર બ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ
- Suratમાં ત્રણ માળની ઈમારતમાં દાદર તૂટી પડતાં દોડધામ
- ગુજરાતમાં સુરતની પ્રથમ BRTS બસ મહિલા ચલાવશે
- Gir Somnath ના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

