તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા માટે રાત્રીના ગાળા દરમિયાન ખૂબ સારી નિંદ અથવા તો ઉંઘ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. એક નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, વધારે પડતી ઉંઘ પણ નુકસાન કરી શકે છે. પરંતુ પૂરતી ઉંઘ વજન વધારવા માટે જવાબદાર જીનની અસરને ઘટાડવામાં ભૂમિકા અદા કરે છે. અભ્યાસના તારણો તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ઓળખી કાઢવામાં આવેલા ૬૦૪ જોડકાઓ અને ૪૮૪ પુરુષો અને મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસના આધાર ઉપર આ તારણો જારી કરવામાં આવ્યા છે તારણોમાં જણાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી સારી ઊંઘ મેળવતા લોકો લોઅર બોડી માશ ઇન્ડેક્સ ધરાવે છે. જોડકાઓમાં સાત કલાકથી ઓછા સમય સુધી ઊંઘ માણતાં બાળકોના વજન વધારવા માટે જનીન જવાબદાર હોય છે તે પૈકી ૭૦ ટકા જનીન ઉપર અસર કરે છે. પર્યાવરણના પરિબળ પણ અસર કરે છે જેમાં ડાઈટ અને કસરતનો પણ સમાવેશ થાય છે.
Trending
- 12 જુલાઈ નું રાશિફળ
- 12 જુલાઈ નું પંચાંગ
- Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
- Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
- Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
- અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
- આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
- દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે