New Delhi, તા.5
સુપ્રીમકોર્ટે બાળકોને યૌન શોષણથી બચાવનાર કાયદો `પોકસો’ના દુરુપયોગના વધતા જતા કેસો સામે ગઈકાલે મંગળવારે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદાનો અનેક વાર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કિશોર વયમાં સહમતીથી બનેલા સંબંધો અને વૈવાહિક વિવાદોમાં પણ તેને લગાવવામાં આવે છે.
કોર્ટે એ બાબત પર જોર આપ્યું હતું કે કિશોરો અને પુરુષોમાં પોકસો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીઝ) કાયદાની જોગવાઈઓના બારામાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે.
સુપ્રીમકોર્ટે એ જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં કિશોરીઓ અને મહિલાઓ માટે વધુ સુરક્ષિત બનાવવા માટે રેપ અને પોકસો સાથે સંકળાયેલી જોગવાઈઓના બારામાં લોકોને સંવેદનશીલ બનાવનારા નિર્દેશ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

