New Delhi, તા.૨૮
કર્નલ સોફિયા કુરેશી પર આપત્તિજનક ટીપ્પણી કરવા મામલે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરૂદ્ધ તપાસ કરી રહેલી જીૈં્એ આજે સુપ્રીમ કોર્ટમાં સીલ બંધ કવરમાં સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો.
રિપોર્ટમાં તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાનું જણાવવામાં આવતાં વધુ સમયની માગ કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે વિજય શાહને રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે જીૈં્ને તપાસ માટે વધુ સમયની ફાળવણી કરતાં વિજય શાહની ધરપકડ પર રોક મૂકી છે. જીૈં્એ કહ્યું કે, નિવેદનોનો વીડિયો ભોપાલ હ્લજીન્ને મોકલવામાં આવ્યો હતો. પરંતુ સ્રોતોના અભાવે તે તપાસ વિના જ પરત આવ્યો હતો. એક પત્રકારના મોબાઈલને પણ ઝ્રહ્લજીન્ મોકલવામાં આવ્યો છે. અત્યારસુધી ૭ સાક્ષીના નિવેદનો લીધા છે. ઘટના સંબંધિત વીડિયો અને મીડિયા રિપોર્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મંત્રીના માફીવાળા નિવેદનની પણ તપાસ ચાલુ છે.
આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે જીૈં્ને તપાસ માટે સમય આપ્યો છે. જેથી આગામી સુનાવણી જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરાશે. વધુમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બંધ કરવા પણ આદેશ આપ્યો છે. આ મામલે બે જુદી-જુદી કોર્ટમાં સુનાવણી થઈ શકે નહીં. આ મામલે ડ્ઢૈંય્એ સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની જીૈં્ રચવામાં આવી છે. ૨૧ મેના રોજથી તેણે તપાસ હાથ ધરી હતી. આ મામલે ભાષણની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ હાલ પ્રારંભિક તપાસમાં છે.