Surat,તા.૧૮
પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જોકે દુકાનમાં નુકસાન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સુરત શહેરમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. સુરતમાં આ સામાજિક તત્વો અને કાયદાની બીક રહી નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગર ખાતે સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે જૂથો વચ્ચે આમને-સામને આવી ગયા હતા અને લાકડીના ફટકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. મારામારી સાથે દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણકારી જે રીતે મળી છે તેમાં શ્વાન દ્વારા ટોયલેટ કરવા બાબતે થયેલી માથાકૂટ મામલે સમજાવવા જતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.