Surat : તા,11
ગુજરાતમાં અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં ચાર વર્ષની બાળકીને ઘરમાં ઘૂસીને એક શખસ અપહરણ કરીને ભાગ્યો હતો. આ દરમિયાન બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
સુરતમાં ચાર વર્ષની બાળકીની અપહરણની ઘટના
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં નાનપુરા દોટીવાલાની ગલીમાં ચાર વર્ષની બાળકીને અજાણ્યો શખસ ઘરમાં ઘૂસીને અપહરણનો પ્રયાસ કર્યો હતો. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે, શખસ બાળકીને પોતાના ખભા પર રાખીને દોડતો જોવા મળે છે.
બાળકીને લઈને શખસ દોડી રહ્યો હતો, ત્યારે તે નીચે પડી જાય છે અને રડવા લાગે છે. જેથી બાળકીનો રડવાનો અવાજ સંભાળતા સ્થાનિકને જાણ થઈ હતી. તેવામાં અજાણ્યા શખસને સ્થાનિકે જોતાં તે ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.