Surat,તા.8
સુરતના નુરપુરામાં આવેલી ઈમારતના બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો હતો. નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે અઈ હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર, ઝાંપાબજારના નુરપુરામાં આવેલા બેઝમેન્ટમાં હોલમાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. આ દરમિયાન એસી હોવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. આ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગુંગળામણ અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે અઈ હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે. ત્યારે આ ગેરકાયદે મિલકત સાથે બેઝમેન્ટમાં હોલ બનાવનાર બિલ્ડરને બચાવવા આખી ઘટના છૂપાવવામાં આવી રહી છે.