Surat,તા.૨૦
સુરતમાં આજથી મહિલાઓ માટે ખાસ પિંક બસ દોડાવવામાં આવશે. ગુજરાતમાં સુરતની પ્રથમ મ્ઇ્જી બસ મહિલા ચલાવશે. મહિલા ડ્રાઈવરની શોધ ગત ૨૦ મહિનાથી કરવામાં આવી રહી હતી. જે બાદ આ મહિલા ડ્રાઇવર મળ્યા છે.ર્ ંદ્ગય્ઝ્ર કોલોનીથી સરથાણા નેચરપાર્ક સુધી આ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે.
પિંક બસના ડ્રાઈવરને ઇન્દોરથી ખાસ બોલાવવામાં આવ્યા છે. ઈન્દોરના નિશા શર્મા ગુજરાતના પહેલા મહિલા બસ ડ્રાઇવર બન્યા છે. નિશા શર્મા ઇન્દોરમાં ૪ વર્ષથી મ્ઇ્જી બસ ચલાવી રહ્યા છે. નિશા શર્માને જોઈ સુરતની મહિલાઓને પ્રેરણા મળશે. પિંક બસ માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે, જેને મહિલા ડ્રાઇવર જ ચલાવશે.

