Surendranagar , તા. 18
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિર્ણય થી ખાનગી હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોરો પર થશે સીધી અસર – સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કેટલીક હોસ્પિટલોનો દવાઓનો ધીગઘીગતો ધંધો થશે બંધ – હવે કોઈ પણ હોસ્પિટલ પોતાની હોસ્પિટલોમા આવેલા મેડિકલ સ્ટોરો માંથી દવાઓની ખરીદી કરાવા મજબુર અને દબાણ નહિ કરી શકે – અત્યાર સુધી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલ સંચાલકો પોતાની જ હોસ્પિટલોમા મેડિકલ સ્ટોરો ખોલી કરોડો રૂપિયાની દવાઓની કમાણી કરતા હતા –
હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરી દર્દીને જ્યાં થી દવા લેવી હોય તે સ્વૈચ્છિક લઈ શકે તે પ્રકારનો કરાયો નિર્ણય – હવે ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરોને થશે સીધી અસર.. સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ કોઈપણ પ્રકારની દવા કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર મળી રહેતી હતી પરંતુ હવે ફ્રૂટ એન્ડ દક્ષ વિભાગ એ એવો નિર્ણય કર્યો છે કે ખાનગી હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર જે મળતી દવાઓ હવે પરવાનગી વિના વેચી શકાશે નહીં,
વેચાણ કરનાર સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં દવા ખરીદ કરવા અને ડોક્ટરોની મોનોપોલી રીતે લખાતી દવાઓ મેડિકલ સ્ટોર ઉપર વેચાણ કરવા સામે અનેક કાયદાકીય રીતે આ દવાઓનું ગેરકાયદેસર વેચાણ ગણાય અને જેના સામે આવી દવાઓ વેચનાર મેડિકલ સ્ટોર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરીયાત જણાય તો ડોક્ટરો સામે પણ પગલાં ભરવા માટેની હાલમાં ખાતરી આપવામાં આવી છે,
ફ્રૂટ એન્ડ દક્ષ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી અને દર્દી ને જ્યાંથી દવા લેવા હોય તે સ્વેચ્છિક રીતે લઈ શકે તે પ્રકારનો નિયમ પણ જારી કરવામાં આવ્યો છે હવે ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર થશે સીધી અસર અને દર્દીઓ ગમે તે મેડિકલ સ્ટોર ઉપર પણ દવા ખરીદ કરી શકશે અને દવા ખરીદ કરી અને ડોક્ટરો તેને અને તેના દર્દીઓને કોઈપણ પ્રકારનો કોષ કરી શકશે નહીં તેવું પણ હાલમાં પરિપત્ર જાહેર કરી અને જણાવવામાં આવ્યું છે ત્યારે ખાનગી મેડિકલ સ્ટોર અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોમાં ભારે ખડભરાટ સર્જાવવા પામ્યો છે.