Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025

    100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર
    • Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો
    • 100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના
    • ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો
    • તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો
    • Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી
    • હું ક્યારેય સુકેશ ચંદ્રશેખર સાથે હતી જ નહીઃJacqueline
    • માતૃત્વનો આનંદ માણતી Dayabhabhi નો નવો લુક ચર્ચામાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar જિલ્લામાં ચાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચના મોત
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં ચાર અકસ્માતમાં બે મહિલા સહિત પાંચના મોત

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Surendranagar,તા.18

     ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ પાસે આવેલ પંપ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અલગ-અલગ બાઈક પર સવાર ભરતભાઈ બાબુભાઈ વિઠલાપરા (રહે.પેઢડા) અને ગુલાબભાઈ રમેશભાઈ મછાર (રહે.વાલીયા  જી.પંચમહાલ) બંને યુવા ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. 

    આ અંગે 108 એમ્બ્યુલન્સ ટીમ તેમજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે બંને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરી અકસ્માત અંગે જાણ કરી હતી.

    અકસ્માતનો બીજો બનાવ સાયલા તાલુકાના હડાળા નજીક બન્યો હતો. સખપરના આચાર્ય રેખાબેન હડાળા બોર્ડથી ધાંધલપુર રોડ ઉપર સોલાર પ્લાન્ટ પાસેથી એક્ટિવા લઈ જઇ રહ્યાં હતા. ત્યારે પશુ આડુ ઉતરતા એક્ટિવા સ્લીપ થઇ જતાં રેખાબેનનું મૃત્યુ થયું હતું. રેખાબેનના મૃતદેહને ચોટીલાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

    અકસ્માતનો ત્રીજો બનાવ સાયલાના બાયપાસ પાસે નોંધાયો છે. સાયલાના બાયપાસ પાસે પાર્કિંગ કરેલા ટ્રક સાથે ટ્રક અથડાતા કરસનભાઈ રામજીભાઈ સાગરકા (રહે. માંગરોળ, ઉં.વ. 64)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ સાયલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર હોય ત્યાંથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં સારવાર કારગર નિવડે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું. 

    અકસ્માતનો ચોથો બનાવ ગોસળના બોર્ડ પાસે રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં આઇસર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા જયશ્રીબેન મનહરભાઈ પાલા (રહે. જામનગર, ઉ.વ. 54)નું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર દિનેશભાઈ ધનજીભાઈ પોલરા (રહે. જામનગર, ઉં.વ.62)ને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

    કાર અને આઇસર વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તે હાલ તપાસનો વિષય છે. પ્રાથમિક વિગત અનુસાર કાર ડિવાઇડર કૂદાવી રોંગ સાડમાં આવી જતાં આઇસર સાથે અથડાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Porbandar જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કુલરો ભંગાર હાલતમાં

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Vanthali-Manavadar માર્ગમાં છકડો રિક્ષા પલ્ટી: ચાલકનું મોત

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ના ધારી ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર કારને આંતરી 3 વ્યક્તિ પર ધોકા-ધારિયા વડે હુમલો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath જિલ્લામાં ગત વર્ષ કરતા જુન મહિના સુધીમાં 60 ટકા વધુ વરસાદ પડ્યો

    July 4, 2025
    સૌરાષ્ટ્ર

    Palitanaમાં સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો માસૂમ રાજદીપ

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025

    100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના

    July 4, 2025

    ઓલરાઉન્ડર Ravindra Jadeja એ બીસીસીઆઇના નિયમનો ભંગ કર્યો

    July 4, 2025

    તંત્રી લેખ…ચૂંટણી પંચ તેમજ સરકાર પર વિપક્ષના આરોપો

    July 4, 2025

    Deepika ની હોલિવૂડ વૉક ઓફ ફેમ સ્ટારમાં એન્ટ્રી

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TV’s TRPરિપોર્ટ બહાર આવ્યો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાર્ટમાં ટોચ પર

    July 4, 2025

    Sara Ali Khan ઇબ્રાહિમ સાથે ઉભી હતી, પછી ભૂતપૂર્વ કાર્તિક આર્યન આવ્યો

    July 4, 2025

    100 Test મેચ રમનાર વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો ક્રેગ બ્રેથવેટ લિજેન્ડ્‌સના

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.