Mumbai,તા.27
પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમાના નામે હતો.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરીને સૂર્યકુમાર યાદવે એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે આ રેકોર્ડ આઈપીએલમાં નહીં પરંતુ એકંદરે ટી-૨૦ ક્રિકેટમાં બનાવ્યો છે. આ સિઝનની શરૂઆતમાં સૂર્યા મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો, પરંતુ તેણે બધી મેચોમાં નાની પ્રભાવશાળી ઇનિંગ્સ રમીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તે ઇનિંગ્સને કારણે, સૂર્યાએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તે ્૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વખત સતત ૨૫+ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
સૂર્યકુમાર યાદવે ટેમ્બા બાવુમાને પાછળ છોડી દીધા
પંજાબ કિંગ્સ સામેની મેચમાં ૨૫ રન બનાવતાની સાથે જ સૂર્યાએ આ સિદ્ધિ હાંસલ કરી. તેણે T૨૦ ક્રિકેટમાં સતત ૧૪ ઇનિંગ્સમાં ૨૫+ સ્કોર બનાવ્યા છે. આ પહેલા, ટેમ્બા બાવુમાએ સતત ૧૩ ઇનિંગ્સમાં ૨૫+ સ્કોર બનાવ્યા હતા. આ પહેલા બ્રેડ હોગ, જેક્સ રુડોલ્ફ, કુમાર સંગાકારા, ક્રિસ લિન અને કાયલ મેયર્સે ૧૧ ઇનિંગ્સમાં ૨૫+ સ્કોર બનાવ્યા હતા. હવે આ વિશ્વ રેકોર્ડ સૂર્યાના નામે છે. હવે તે આગામી મેચોમાં ૨૫ રનની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
સૂર્યાએ IPLમાં પણ આ સિદ્ધિ મેળવી હતી
આ સાથે, સૂર્યકુમાર યાદવે IPLમાં સૌથી વધુ વખત સતત ઈનિંગ્સમાં ૨૫+ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. મુંબઈના આ બેટ્સમેને આ સિઝનમાં લીગ સ્ટેજની બધી મેચોમાં ૨૫+ રનની ઇનિંગ્સ રમી છે. તેમના પહેલા, ૨૦૧૮ માં, કેન વિલિયમસને IPLમાં માં સતત ૧૩ ઇનિંગ્સમાં ૨૫+ સ્કોર બનાવ્યા હતા. તે જ સમયે, શુભમન પણ ૨૦૨૩ માં સતત ૧૩ ઇનિંગ્સમાં ૨૫+ રનની ઇનિંગ્સ રમ્યો.
સૂર્યકુમાર IPL ૨૦૨૫ માં માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
IPL ૨૦૨૫ માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. શરૂઆતમાં, તે સતત ઘણી મેચો હારી ગયો. તે સમયે, સૂર્યા પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ અડધી સીઝન પસાર થયા પછી, આ ટીમે જોરદાર વાપસી કરી અને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. સૂર્યકુમાર યાદવના આંકડાઓની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૧૪ મેચમાં ૭૬.૭૫ ની સરેરાશથી ૬૧૪ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૪ અડધી સદીની ઇનિંગ્સ રમી છે.