Kadi ,તા.૨૭
કડી તાલુકામાં આવેલા કડી માર્કેટ યાર્ડમાંથી સરકારી જાહેર વિતરણ પ્રણાલી હેઠળના સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ઘટના લગભગ ૯ મહિના જૂની હોવા છતાં હવે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.આ મામલે કડી માર્કેટ યાર્ડની દુકાન નંબર ૧૫ અને ૧૭માંથી કુલ ૪,૨૪૨ કિલોગ્રામ સરકારી સબસિડીવાળા ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.
માર્કેટયાર્ડમાં આ અનાજ ખાનગી પેઢી દ્વારા ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું શંકાસ્પદ છે.આ જથ્થો લગભગ ૯ મહિના પહેલાં ઝડપાયો હતો, પરંતુ તે સમયે તાત્કાલિક કાનૂની કાર્યવાહી ન થઈ હોવાથી વિલંબના પ્રશ્નો ઊભા થયા છે. અંતે, મામલતદાર દ્વારા ખાનગી પેઢીના માલિક જેઠુભા સોલંકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે.
આ પહેલા પણ કડીમાં સ્થાનિક માર્કેટ યાર્ડમાં સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં સરકારી અનાજ જપ્ત કરવામાં આવ્યું હતું. કડી પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં જણાવાયું હતું કે દુકાન નંબર ૧૫ અને ૧૭ માં સંગ્રહિત અનાજમાંથી ૧૮,૪૬૦ કિલોગ્રામ ચોખા અને ૧૩,૩૭૫ કિલોગ્રામ ઘઉં મળી આવ્યા હતા.
પોલીસ તપાસ બાદ, દુકાન માલિક સોલંકી જેઠુભા દીપસિંહ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમના પર ગરીબોમાં વિતરણ માટે સરકારી અનાજનો સંગ્રહ કરવાનો આરોપ છે.
અહેવાલો અનુસાર, જપ્ત કરાયેલી વસ્તુઓમાં વિવિધ વાહનો અને કુલ ૨૩ લાખના મૂલ્યના ખાદ્યાન્નનો સમાવેશ થાય છે.કડી પોલીસ તેમની તપાસ ચાલુ રાખી રહી છે અને વધુ માહિતી એકઠી કરી રહી છે.રાજ્યમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગરીબોને લાભ આપવા તરફ આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
થોડા સમય પહેલા પંચમહાલ જિલ્લામાં પોલીસે શંકાસ્પદ સરકારી અનાજની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. ગોધરા બી-ડિવિઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર શંકાસ્પદ ચોખાની ૮૨ બોરી ભરેલો ટેમ્પો જપ્ત કર્યો હતો.માહિતી અનુસાર, ગોધરા બી-ડિવિઝન પોલીસને શંકાસ્પદ અનાજની દાણચોરીની માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર દેખરેખ રાખી, એક શંકાસ્પદ ટેમ્પોને રોકીને તપાસ કરી. ટેમ્પોમાં ૮૨ બોરી ચોખા મળી આવતા, પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.
પોલીસે તાત્કાલિક પુરવઠા વિભાગને ઘટનાની જાણ કરી. પુરવઠા વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચોખા અને ટેમ્પો જપ્ત કર્યા. પુરવઠા વિભાગે ચોખા અને ટેમ્પો જપ્ત કર્યા, જેમાં કુલ ૮ લાખનો કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યો. ૮ લાખની કિંમતી સામાન જપ્ત કર્યા બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

