સુઝુકી ઇન્ડિયાએ ભારતમાં 2025 Gixxer 250 લોન્ચ કરી છે. ક્વાર્ટર-લિટર જાપાનીઝ ઓફર હવે OBD 2 ધોરણો મુજબ તૈયાર કરવામાં આવી છે. તેના અન્ય ફીચર્સ જૂના મોડેલ જેવા જ રહેશે. 2025 માટે સુઝુકી જિક્સર 250 પહેલા જેવી જ દેખાય છે. તેમાં એ જ ફ્લેટ LED હેડલાઇટ, મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક અને ટેન્ક એક્સટેન્શન છે. સુઝુકી જિક્સર 250 3 કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આમાં મેટાલિક મેટ બ્લેક નંબર 2, મેટાલિક મેટ બોર્ડો રેડ અને પર્લ ગ્લેશિયર વ્હાઇટનો સમાવેશ થાય છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 1.98 લાખ રૂપિયા છે.
આવું છે એન્જિન તેમાં OB2-નોર્મસ મુજબ 249cc, સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિનની મોટર 9,500rpm પર 26.5bhp પાવર અને 7,500rpm પર 22.2Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. ફીચર્સ ની વાત કરીએ તો, Gixxer 250 માં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ડ્યુઅલ-ચેનલ ABS અને LED લાઇટ સાથે LCD પણ છે.
2025 સુઝુકી જિક્સર 250 ના હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. તેમાં પહેલાની જેમ ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, મોનોશોક, ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક સેટઅપ અને એલોય વ્હીલ્સ પહેલાની જેમ જ છે. 2025 સુઝુકી જિક્સર 250 ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹1,98,000 છે. કંપનીએ લોન્ચ સાથે જ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ થશે.