વીરે આ પોસ્ટની કમેન્ટમાં માત્ર “માય(મારી)” લખ્યું, તેની સાથે એક સ્ટારનો અને એક રેડ હાર્ટનો ઇમોજી મુક્યો હતો
Mumbai, તા.૨૩
થોડાં વખત પહેલાં જ તારા સુતરિયાનો નવો મ્યુઝિક વીડિયો આવ્યો, “થોડી સી દારુ” જેના કારણે તે હાલ ચર્ચામાં છે, તેણે આ વીડિયોમાં શ્રેયા ઘોષાલ અને એપી ધિલ્લોં સાથે કામ કર્યું છે. એપી ધિલ્લોં સાથેની તેની કેમેસ્ટ્રી તો લોકોને પસંદ આવી જ. સાથે તેના કહેવાતા બોયફ્રન્ડ વીર પહાડિયા સાથેની વાતચીતે ખાસ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.તેણે આ વીડિયોના શૂટ પહેલાનાં કેટલાક બિહાઇન્ડ ધ સીન વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં ગોલ્ડન બેકલેસ મિનિ ડ્રેસમાં તારા ખુબ આકર્ષક દેખાય છે. જ્યારે એપી ધિલ્લોં વ્હાઇટ શર્ટ અને લૂઝ બૉ ટાઇમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું,“તુ હી એ ચાન. મેરી રાત એ તુ” ઘણા ફૅન્સને તેની આ તસવીરો ઘણી પસંદ પડી, પરંતુ આ તસવીરો પર વીર પહારિયાએ આપેલા રિએક્શને જ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.વીરે આ પોસ્ટની કમેન્ટમાં માત્ર “માય(મારી)” લખ્યું, તેની સાથે એક સ્ટારનો અને એક રેડ હાર્ટનો ઇમોજી મુક્યો હતો. આ પ્રેમની અભિવ્યક્તિ આટલે અટકતી નથી. વીરની આ કમેન્ટના જવાબમાં તારાએ રિપ્લાય કર્યો અને લખ્યું,“માઇન(મારો)” સાથે તેણે ઇવિલ અને રેડ હાર્ટનું ઇમોજી મુક્યું હતું. આ વાતચીતે ઘણાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બંનેની આ કમેન્ટથી તેઓ બંને પોતાની રિલેશનશિપ જાહેર કરવાનું આયોજન કરી રહ્યા છે, એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકોએ આ બંનેને સુખી જીવનની શુભેચ્છાઓ પણ આપી દીધી હતી. તારા અને વીર વચ્ચેના સંબંધોની ચર્ચા તારાએ આદર જૈન સાથે બ્રેક અપ કર્યું ત્યારથી શરૂ થઈ છે. તેઓ એક જ રેસ્ટોરાંમાંથી અલગ અલગ બહાર આવતા દેખાયા ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જુનમાં એક ફેશનશોમાં પણ એ બંનેએ સાથે રૅમ્પ વૉક કર્યું હતું.જો તારા સુતરિયાની ફિલ્મની વાત કરવામાં આવે તો છેલ્લે તેણે થ્રિલર ફિલ્મ ‘અપૂર્વ’માં કામ કર્યું હતું, જેમાં તેની સાથે અભિષેક બેનર્જી અને રાજપાલ યાદવ પણ હતા. આ ફિલ્મ નિખિલ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જોકે, તારાના કામની નોંધ લેવાઈ હતી. તેમજ વીર પહાડિયાએ છેલ્લે ‘સ્કાય ફોર્સ’માં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું.