Pune,તા.17
જ્યારે ક્રિકેટ ચાહકો IPL હરાજીમાં વ્યસ્ત હતા, ત્યારે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને અચાનક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સુપર લીગ મેચ પછી જયસ્વાલની તબિયત બગડી ગઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
અહેવાલો અનુસાર, મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચના થોડા કલાકો પછી યશસ્વીએ પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી. જયસ્વાલને મેચ દરમિયાન પેટમાં ખેંચાણનો અનુભવ થયો હતો, જે મેચ પછી વધુ ખરાબ થયો હતો.
ત્યારબાદ તેમને પિંપરી-ચિંચવડની આદિત્ય બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ હોવાનું નિદાન કર્યું હતું. 23 વર્ષીય સ્ટાર બેટ્સમેનને હોસ્પિટલમાં ડ્રિપ દ્વારા દવા આપવામાં આવી હતી, અને અલ્ટ્રાસાઉન્ડ (USG) અને CT સ્કેન કરવામાં આવ્યું હતું. તેમને તેમની દવા ચાલુ રાખવા અને સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
તબિયત ખરાબ હોવા છતાં, જયસ્વાલે રાજસ્થાન સામેની મેચમાં ભાગ લીધો હતો.અને 217 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 16 બોલમાં 15 રન બનાવ્યા હતી. મુંબઈએ ત્રણ વિકેટથી મેચ જીતી લીધી હતા.

