ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પખવાડીયા દરમિયાન પડેલાં કમોસમી વરસાદ બાદ ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના દબાણના કારણે ચક્રવાત અને તેના આધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ગત શુક્રવારથી પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી હતી અને પાંચ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં છૂટાછવાયાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે એક તરફ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તો, બીજી તરફ ફરી માવઠાંને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.સદ્દનસીબે ચક્રવાતની અસર ટળતાં ગત શનિવારે ભાવનગરનું વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું અને કયાંય વરસાદ નોંધાયો ન હતો. એ જ રીતે આજે પણ સતત બીજા દિવસે સવારથી સૂર્યદેવની વાદળો વચ્ચે સંતાકુકડી વચ્ચે ધૂંપ-છાંવ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. એટલું જ નહીં, આજે સતત બીજા દિવસે પણ શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. તો, વરસાદ અને ભારે પવનની આગાહીને લઈ અલંગ પોર્ટ પર મુકવામાં આવેલું એક નંબરનુ સિગ્નલ પણ આજે બપોર બાદ ઉતારી લેવામાં આવ્યું હતું.
Trending
- ૪ વર્ષની Pallavi Joshi ને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ
- IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ
- Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત
- Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી
- Bhavnagar: ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન શ્રી સાંઢિડા મહાદેવ
- Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો
- Bhavnagar ના શેળાવદર ગામે આડા સંબંધમાં ખૂનીખેલ
- નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો