ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પખવાડીયા દરમિયાન પડેલાં કમોસમી વરસાદ બાદ ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના દબાણના કારણે ચક્રવાત અને તેના આધારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યના હવામાન વિભાગે ગત શુક્રવારથી પાંચ દિવસ માટે ભાવનગર જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરી હતી અને પાંચ દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાં છૂટાછવાયાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ આગાહીના પગલે એક તરફ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. તો, બીજી તરફ ફરી માવઠાંને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.સદ્દનસીબે ચક્રવાતની અસર ટળતાં ગત શનિવારે ભાવનગરનું વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું અને કયાંય વરસાદ નોંધાયો ન હતો. એ જ રીતે આજે પણ સતત બીજા દિવસે સવારથી સૂર્યદેવની વાદળો વચ્ચે સંતાકુકડી વચ્ચે ધૂંપ-છાંવ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. એટલું જ નહીં, આજે સતત બીજા દિવસે પણ શહેર અને જિલ્લામાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. તો, વરસાદ અને ભારે પવનની આગાહીને લઈ અલંગ પોર્ટ પર મુકવામાં આવેલું એક નંબરનુ સિગ્નલ પણ આજે બપોર બાદ ઉતારી લેવામાં આવ્યું હતું.
Trending
- Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો
- ‘Bigg Boss OTT 2’ ફેમ પલક પુર્સવાની દુલ્હન બની, ઈશા યોગ સેન્ટરમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી
- Jamnagar સિક્કામાં પરણિત મહિલાને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદઃ પતિ સામે ગુનો નોંધાયો
- Jamnagar જિલ્લામાં દારૂ વિરુદ્ધ પોલીસના દરોડાઃ ત્રણ સ્થળેથી વિદેશી-દેશી દારૂનો જથ્થો ઝડપાયો
- Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
- Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
- મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand
- Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

