Kashmir,તા.25
મંગળવારે સવારે રાજૌરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓમાંથી એકને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે.
સૈનિકોએ ગોળીબાર શરૂ કરતાની સાથે જ અન્ય આતંકવાદીઓ ભાગી ગયા. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ નિયંત્રણ રેખા પાસે પડ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે, ભારતીય સેનાએ બારાત ગાલા વિસ્તારમાં નિયંત્રણ રેખા પર શંકાસ્પદ હિલચાલ જોઈ. ઘૂસણખોરીના પ્રયાસની જાણ થતાં જ સતર્ક સૈનિકોએ ગોળીબાર શરૂ કરી દીધો.
લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ સાંજે માર્યા ગયેલા આતંકવાદીના મૃતદેહને ઉપાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સૈનિકોએ ગોળીબાર કરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મૃતદેહ શૂન્ય નિયંત્રણ રેખા પર પડેલો છે.
આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા
બાદ , સેનાએ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. સેનાએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો તેઓ ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જુએ તો તાત્કાલિક સેનાને જાણ કરે.
15 જૂનની મધ્યરાત્રિએ પણ ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ઓપરેશન સિંદૂર પછી આ વિસ્તારમાં આ બીજો ઘૂસણખોરીનો પ્રયાસ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 જૂનની મધ્યરાત્રિએ પાકિસ્તાનના આતંકવાદીઓના એક જૂથે પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ સતર્ક સૈનિકોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.