Mumbai તા.25
સ્ટાર પ્લસના બે લોકપ્રિય શો ‘અનુપમા’ અને ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ના સેટ પર દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને આ રમઝાન પણ કંઈક ખાસ છે. બન્ને સીરિયલ્સની કાસ્ટ એક સાથે ભેગી થઈ હતી અને મેકર રાજન શાહીની સાથે મળીને ઈફતાર પાર્ટી કરી હતી.
જો કે આ ઈફતાર પાર્ટીમાં ‘અનુપમા’ રૂપાલી ગાંગુલીએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું. જયાં દરેક ઈફતાર પાર્ટીની ઉજવણીમાં ડૂબેલા હતા ત્યારે રૂપાલી ગાગુલી પોતાની ખુબસુરતીમાં ખોવાઈ હતી.
જયારે હરકોઈ ઈફતારી પહેલા દુઆ માંગી રહ્યા હતા ત્યારે રૂપાલી બન્ને હાથ જોડીને પોતાના ઈશ્વરને યાદ કરી રહી હતી અને વિડીયોના અંતમાં તેણે નમસ્કાર કરીને ભગવાન પાસે આશીર્વાદ પણ માંગ્યા હતા.
એકટ્રેસની આ બાબત લોકોને સ્પર્શી ગઈ હતી. કોમેન્ટ સેકશનમાં યુઝર્સે લખ્યું- શું વાત છે કોઈ કહી ન શકે કે કોણ હિન્દુ કોણ મુસલમાન, સૌ એકતાના પ્રતીક. જો કે કેટલાક લોકોને આ ઈફતાર પાર્ટી ગમી નહોતી.