Mumbai,તા.11
ભારતીય શેરબજારમાં મોટાભાગનાં શેરોમાં સુધારો હતો.ટેક મહિન્દ્ર, ટાઈટન, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, સ્ટેટ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, એપોલો હોસ્પીટલ, ટીસીએસ જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1348 પોઈન્ટના ઉછાળાથી 75195 સાંપડયો હતો.તે ઉંચામાં 75319 તથા નીચામાં 74762 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 438 પોઈન્ટના ઉછાળાથી 22837 હતો તે ઉંચામાં 22874 તથા નીચામાં 22695 હતો.
બીજી તરફ ટેરિફ ઘટનાક્રમ વચ્ચે ગઈકાલે ઉછળેલા દુનિયાભરનાં શેરબજારોમાં આજે હવા નિકળવા લાગી છે. અમેરિકી વોલસ્ટ્રીટમાં ડાઉજોન્સ 1500 પોઈન્ટ, નાસ્ડેક 737 પોઈન્ટ તથા એસએન્ડપી 188 પોઈન્ટ ગગડયા બાદ આજે જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરીયા જેવા એશીયાઈ શેરબજારોમાં પણ ગાબડા પડયા હતા તે પાછળનું કારણ અમેરિકન-મીની ટ્રેડવોરનું ગણવામાં આવ્યુ હતું.ભારત સહિતના દેશોને અમેરિકાએ ટેરિફ વધારામાં 90 દિવસની મુદત આપ્યાને પગલે ઉછળેલા શેરબજારના શેરબજારોમાં તેજીની હવા નીકળી ગઈ છે જોકે, ભારતીય શેરબજાર ગઈકાલે બંધ હતું એટલે આજે 1400 પોઈન્ટથી વધુની તેજી થઈ હતી.
ભારતીય શેરબજારમાં આજે ગુડ ફ્રાઈડેની સ્થિતિ બની હતી. અમેરિકન ટેરિફ વધારામાંથી કામચલાઉ મુકિત મળી હોવાના પ્રભાવ હેઠળ ઓલ રાઉન્ડ લેવાલી નિકળી હતી. હવે ટુંકાગાળા માટે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અનિશ્ચિતતા અટકી જશે અને આ દરમ્યાન અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ જવાનો, તથા પરિસ્થિતિ નોર્મલ થઈ જવાનો આશાવાદ વ્યકત થવા લાગ્યો હતો.
લોકલ ફંડોની જંગી ખરીદી દેશમાં આગામી ચોમાસું નોર્મલ રહેવાની આગોતરી આગાહી સહિતના પરિબળો તેજીને ટેકારૂપ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટેરિફની ચિંતા દુર થઈ છે. છતા અમેરીકા-ચીનનાં ટ્રેડવોરની કેવી અસર થાય છે તેના પર નજર રહેશે.
આ સિવાય વિવિધ ભૌગોલીક ટેન્શન-યુદ્ધની ચિંતા પણ ઉભી જ છે. ભલે કોઈ ગભરાટનો માહોલ ન રહેવા છતાં સાવચેતીનું માનસ યથાવત રહેવાનું માનવામાં આવી રહ્યુ છે.