રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો – મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો અને રૂપિયો ૮૭.૯૬ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો, જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રુપિયો ઝડપી રિકવર થયો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર સામે દેશના વેપારઉદ્યોગને સલામત બનાવવા ભારત સરકાર કેટલાક દેશો સાથે તેની મુકત વેપાર કરાર વાટાઘાટને ઝડપથી હાથ ધરી કરાર કરવામાં ઉત્સુક બની છે. મુકત વેપાર કરારના કિસ્સામાં ભાગીદાર દેશો વચ્ચે ડયૂટીના દર નીચા રહે છે. વધુ દેશો સાથે વેપાર કરાર કરવાથી ટ્રમ્પની આકરી વેપાર નીતિની અસરોને ખાળી શકાશે એમ સરકાર માની રહી છે. ભારત હાલમાં યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુકત વેપાર કરાર અંગે વાટાઘાટ કરી રહ્યું છે. વેપાર કરારને કારણે કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
ટ્રમ્પની ટેરિફ વોરને કારણે બજારો ખોરવાઈ રહી છે અને વૈશ્વિક વેપારમાં ચિંતા ઊભી થઈ છે. સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર ૨૫% વધારાની ટેરિફ જાહેર કર્યા બાદ ટ્રમ્પ અમેરિકાના માલસામાન પર ઊંચી ટેરિફ ધરાવતા દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર વળતા ટેરિફ જાહેર કરવા યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં મુકત વેપાર કરાર એક સાનુકૂળ શસ્ત્ર હોવાનું સરકાર માની રહી છે. વેપાર કરારને કારણે વેપાર મર્યાદાઓ દૂર થઈ જાય છે અને ભાગીદાર દેશોને સરળ બજાર જોડાણો મળી રહે છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ. ૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૧૬૫૫.૨૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી તેમજ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૪૮૮૮.૭૪ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા ૧ લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.૨૪૮૮૮.૭૪ કરોડની નેટ વેચવાલી કરી છે. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી ઈક્વિટી કેશમાં રૂ.૧,૧૨,૨૬૩.૪૦ કરોડની વેચવાલી કરી છે.
વર્ષ ૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષના રૂ.૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૧૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૧૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! રિફાઇનરી । માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૨૩૭ થી રૂા.૧૨૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) વોલ્ટાસ લિમિટેડ (૧૨૧૧) : આ સ્ટોક રૂા.૧૧૮૮ નો પ્રથમ અને રૂા.૧૧૬૦ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૨૩૮ થી રૂા.૧૨૫૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!
(૩)એક્સિસ બેન્ક (૯૯૯) : ૬૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૯૬૦ પ્રથમ તેમજ રૂા.૯૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૦૧૭ થી રૂા.૧૦૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!
(૪)ઇન્ફોસિસ લિમિટેડ (૧૮૫૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૮૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૮૧૮ થી રૂા.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૦૯ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)એસબીઅઇ લાઇફ (૧૪૬૨) : રૂા.૧૪૯૦ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૫૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૪૩૦ થી રૂા.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) અદાણી પોર્ટ (૧૦૬૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૦૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૧૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૦૩૭ થી રૂા.૧૦૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૧૨૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (૨૯૬) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૨૭૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૧૪ થી રૂા.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૨૮૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૭૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)પેટ્રોનેટ એલએનજી (૨૭૬) : રૂા.૨૭૦ નો પ્રથમ તેમજ રૂા.૨૫૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૯૮ થી રૂા.૩૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)રાઇટ્સ લિમિટેડ (૨૦૨) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૧૯ થી રૂા.૨૨૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)ડીબી કોર્પ (૧૯૬) : રૂા.૧૮૮ નો પ્રથમ તેમજ રૂા.૧૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રિન્ટ મીડિયા સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૭ થી રૂા.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)કર્ણાટક બેન્ક (૧૬૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૮૪ થી રૂા.૧૯૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૨૮) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૧૬ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૩૭ થી રૂા.૧૪૪ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (૧૩૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ ફર્ટિલાઇઝર્સ સેકટરનો આ સ્ટોક રૂા.૧૧૭ આસપાસ રોકાણકારે રૂા.૧૪૪ થી રૂા.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૦૩ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)એસજેવીએન લિ. (૮૫) : પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૪ થી રૂા.૧૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૪ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)એનએચપીસી લિમિટેડ (૭૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેકટરના આ સ્ટોકને રૂા.૬૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૭૭ થી રૂા.૮૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)આઇડીબીઆઇ બેન્ક (૬૭) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૦ નો પ્રથમ તેમજ રૂા.૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૪ થી રૂા.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ (૬૦) : રૂા.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૬૭ થી રૂા.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ફોરેક્સ રિઝર્વ ૧.૦૫ બિલિયન ડોલર વધીને ૬૩૦.૬૦ બિલિયન ડોલર રહ્યું…!!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ડેટા અનુસાર ૩૧ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૧.૦૫ બિલિયન ડોલર વધીને ૬૩૦.૬૦૭ બિલિયન ડોલર થયું હતું. પાછલા સપ્તાહમાં કુલ રિઝર્વ ૫.૫૭૪ બિલિયન ડોલર વધીને ૬૨૯.૫૫૭ બિલિયન ડોલર થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફોરેક્સ રિઝર્વ ૭૦૪.૮૮૫બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. દરમિયાન, સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર ૧.૨૪૨બિલિયન ડોલર વધીને ૭૦.૮૯૩બિલિયન ડોલર થયો હતો. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૨૯ મિલિયન ડોલર વધીને ૧૭.૮૮૯બિલિયન ડોલર થયો હતો.
રિપોર્ટિંગ સપ્તાહમાં ઈંખઋ સાથે દેશની રિઝર્વ સ્થિતિ ૧૪ મિલિયનડોલર ઘટીને ૪.૧૪૧બિલિયન ડોલર થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ નવેમ્બર ૨૦૨૪માં ૮ ટન સોનું ખરીદ્યું, કારણ કે વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ મહિના દરમિયાન ૫૩ ટન સોનું સામૂહિક રીતે ખરીદીને તેમની ખરીદી ચાલુ રાખી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ, સેફ-હેવન એસેટ તરીકે સોનું ખરીદી રહી છે.
સોનાને રાખવાની વ્યૂહરચના મુખ્યત્વે ફુગાવા સામે રક્ષણ આપવા અને વિદેશી ચલણના જોખમોને ઘટાડવાનો છે, ખાસ કરીને ભૂ-રાજકીય તણાવને કારણે અનિશ્ચિતતાના સમયમાં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરે છે જેના પરિણામે વિદેશી રોકાણકારો શેર વેચે ત્યારે શેરબજારમાંથી ગરમ નાણાં બહાર નીકળી જાય છે. દરમિયાન, સેન્ટ્રલ બેંકે નાણાકીય બજારોના ટ્રેડિંગ અને સેટલમેન્ટ સમયની વ્યાપક સમીક્ષા કરવા માટે નવ સભ્યોના કાર્યકારી જૂથની સ્થાપના કરી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ટ્રેડિંગનું વિદ્યુતીકરણ, ફોરેક્સની ઉપલબ્ધતા અને ૨૪ડ૫ ધોરણે ચોક્કસ વ્યાજ દર ડેરિવેટિવ બજારો, સ્થાનિક નાણાકીય બજારોમાં બિન-નિવાસીઓની ભાગીદારીમાં વધારો અને ૨૪ડ૭ ધોરણે ચુકવણી પ્રણાલીઓની ઉપલબ્ધતા સહિત અનેક વિકાસ થયા છે. કાર્યકારી જૂથમાં વિવિધ હિસ્સેદારોનું પ્રતિનિધિત્વ છે અને આ વર્ષે ૩૦ એપ્રિલ સુધીમાં તેનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે.
શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે જાન્યુઆરી માસમાં નવા ડીમેટ એકાઉન્ટની સંખ્યામાં ઘટાડો…!!
શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે રિટેલ રોકાણકારોનો રસ દિવસોદિવસ ઘટી રહ્યાનું નવા ડીમેટ ખાતા ખોલવાની સંખ્યાને ધ્યાનમાં રાખી કહી શકાય એમ છે. ડિસેમ્બરમાં નવા ખાતા ખોલવાની માત્રા ધીમી પડયા બાદ જાન્યુઆરીમાં પણ તે ધીમી પડયાનું ડીપોઝિટરીસના આંકડા પરથી કહી શકાય એમ છે. ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો થવાનું ચાલુ રહ્યું છે, પરંતુ નવા ખાતાનો ઉમેરો જાન્યુઆરીમાં ધીમો પડી ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. જાન્યુઆરીમાં ૨૮.૩૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા છે જે નવેમ્બર,૨૦૨૩ બાદ સૌથી ઓછા છે. ડિસેમ્બરમાં કુલ ૩૨.૬૦ લાખ નવા ખાતા ખૂલ્યા હતા.
૨૦૨૪માં મહિને સરેરાશ ૩૮.૪૦ લાખ નવા ખાતા ખૂલ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. જાન્યુઆરીના અંત સુધીમાં સીડીએસએલ તથા એનએેસડીએલ પર ડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી ૧૮.૮૧ કરોડ રહી હતી. ઈક્વિટી સેકન્ડરી માર્કેટમાં ગયા વર્ષના ઓકટોબરથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં ગાબડાં પડવાને કારણે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું માનસ ખરડાયું છે જેની અસર નવા ડીમેટ ખાતા ખોલવામાં જોવા મળી રહી છે.
જાન્યુઆરી માસમાં છૂટક ફુગાવો ઘટીને પ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો…!!
ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને ૪.૩૧%ના ૫મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઓગસ્ટમાં ફુગાવો ૩.૬૫%હતો. ડિસેમ્બરની શરૂઆતમાં ફુગાવાનો દર ૫.૨૨%હતો. ફુગાવાના બાસ્કેટમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફાળો લગભગ ૫૦% છે. મહિના-દર-મહિનાના આધારે તેનો ફુગાવો ૮.૩૯%થી ઘટીને ૬.૦૨% થયો છે. ગ્રામીણ ફુગાવો ૫.૭૬%થી ઘટીને ૪.૬૪%થયો છે અને શહેરી ફુગાવો ૪.૫૮%થી ઘટીને ૩.૮૭% થયો છે. ફુગાવામાં વધારો અને ઘટાડો ઉત્પાદનની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ વસ્તુઓ ખરીદવાથી વસ્તુઓની માંગ વધશે અને જો પુરવઠો માંગ મુજબ નહીં હોય તો આ વસ્તુઓની કિંમત વધશે. ફુગાવો ખરીદ શક્તિ સાથે સીધો સંબંધિત છે. દાખલા તરીકે, જો ફુગાવાનો દર ૬%હોયતો કમાયેલા ૧૦૦રૂપિયા ફક્ત ૯૪ રૂપિયાના થશે. તેથી,ફુગાવાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.આ રીતે બજાર ફુગાવા માટે સંવેદનશીલ બને છે. બજારમાં નાણાંનો વધુ પડતો પ્રવાહ અથવા વસ્તુઓની અછત ફુગાવાનું કારણ બને છે. બીજી બાજુ,જો માંગ ઓછી અને પુરવઠો વધુ હશે તો ફુગાવો ઓછો થશે.
મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ૩.૬% ઘટીને રૂ.૩૯૬૮૮ કરોડ નોંધાયું…!!
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જાન્યુઆરી ૨૦૨૫ મહિનામાં શેરબજારમાં વોલેટીલિટી વચ્ચે ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩.૬% ઘટીને રૂ.૩૯,૬૮૮ કરોડ નોંધાયું હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાન્યુઆરીના જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. જેમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ડિસેમ્બરની તુલનાએ ૧૪.૫% વધીને રૂ.૪૧,૧૫૫.૯૧ કરોડ નોંધાયો છે. જાન્યુઆરીમાં ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ સતત ૪૭માં મહિને પોઝિટીવ રહ્યો છે.
બીએસઈ સેન્સેક્સમાં ૧.૨૮%ના ઘટાડા અને નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ૦.૯૯%ના ઘટાડાના કારણે શેરબજારમાં ઘટાડાના કારણે ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં નજીવો ઘટાડો નોંધાયો છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ ડિસેમ્બરના રૂ.૬૬.૯૩ લાખ કરોડની તુલનાએ જાન્યુઆરી ૨૦૨૫માં વધીને રૂ.૬૭.૨૫ લાખ કરોડ થઈ છે.
ઈક્વિટી ફંડ કેટેગરીમાં સ્મોલ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ જાન્યુઆરીમાં ૨૨.૬% વધીને રૂ.૫૭૨૦.૮૭ કરોડ,જ્યારે મિડ કેપ ફંડોમાં નજીવો વધીને રૂ.૫૧૪૭.૮૭ કરોડ નોંધાયો છે. આ ઉપરાંત લાર્જ કેપ ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ૫૨.૩% વધીને રૂ.૩૦૬૩.૩૩ કરોડ નોંધાયો છે. બીજી તરફ સેક્ટરલ/થીમેટિક ફંડોમાં રોકાણ પ્રવાહ ૪૧.૨% ઘટીને રૂ.૯૦૧૬ કરોડ થયો છે. જે જાન્યુઆરી મહિના દરમિયાન નવા ફંડ ઓફરની સંખ્યામાં ઘટાડાના કારણે જોવાયું છે. સેક્ટર/થીમેટિક ફંડો થકી મ્યુચ્યુઅલ ફંડોએ જાન્યુઆરી ૨૦૨૫માં રૂ.૨૮૩૮ કરોડનું ફંડ એક્ત્ર કર્યું છે.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.