Bonus માટેનો તમામ ખર્ચ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના મંજૂર થયેલા બજેટમાંથી કરવામાં આવશે
New Delhi, તા.૧૬
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે તેના પાત્ર સરકારી કર્મચારીઓ માટે ૩૦ દિવસના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ (એડ-હોક) Bonusની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ દ્વારા ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ અંગેનો ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ કર્મચારીઓને મહત્તમ ૬૯૦૮ રૂપિયા સુધીનું બોનસ મળશે. આ લાભ ગ્રુપ ‘સી’ અને બિન-ગેઝેટેડ ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને મળશે, જેઓ પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવાયેલા નથી.
આ સિવાય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસઅને સશસ્ત્ર દળોના પાત્ર જવાનો તેમજ કેન્દ્ર સરકારનું પગાર માળખું ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ આ લાભ આપવામાં આવશે.આ એડ-હોક બોનસ મેળવવા માટે કર્મચારીએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઓછામાં ઓછી ૬ મહિનાની સતત સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે અને તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ સેવામાં હોવા જોઈએ. જેમણે ૬ મહિનાથી ૧ વર્ષ વચ્ચે સેવા આપી છે, તેમને સેવાની અવધિ મુજબ પ્રો-રાટા (પ્રમાણસર) આધારે બોનસ ચૂકવાશે. આ ઉપરાંત, વિશેષ કિસ્સા તરીકે, ૩૧ માર્ચ, ૨૦૨૬ પહેલાં નિવૃત્ત થયેલા, મેડિકલ આધારે નિવૃત્તિ લીધેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓ જો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી ૬ મહિનાની નિયમિત સેવા ધરાવતા હશે તો તેઓ પણ આ બોનસ માટે પાત્ર રહેશે. રાજ્ય સરકારો અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (ઁજીેં)માં ડેપ્યુટેશન પર ગયેલા કર્મચારીઓને આ બોનસ જે-તે સંસ્થાના નિયમો મુજબ મળશે.બોનસની ગણતરી માટે માસિક વેતન મર્યાદા ૭,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જે કર્મચારીઓનું સરેરાશ માસિક વેતન ૭,૦૦૦ રૂપિયા કે તેથી વધુ છે, તેમના માટે બોનસની ગણતરી નીચે મુજબ થશેઃજો કોઈ કર્મચારીનું સરેરાશ માસિક વેતન ૭,૦૦૦ રૂપિયાથી ઓછું હશે, તો તેની વાસ્તવિક રકમના આધારે ગણતરી કરવામાં આવશે.કેન્દ્ર સરકારે કેઝ્યુઅલ લેબરર્સ માટે પણ બોનસની જોગવાઈ કરી છે. ૬-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં કામ કરતા શ્રમિકોએ છેલ્લા ૩ વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ અને ૫-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં દર વર્ષે ઓછામાં ઓછા ૨૦૬ દિવસ કામ કરેલું હોવું જોઈએ. કેઝ્યુઅલ લેબરર્સ માટે માસિક વેતન મર્યાદા ૧,૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે, જેના આધારે ૩૦ દિવસનું બોનસ ૧,૧૮૪ રૂપિયા થશે. જો તેમનું વાસ્તવિક વેતન આનાથી ઓછું હશે તો તે મુજબ ચૂકવણી કરાશે.
આ બોનસ માટેનો તમામ ખર્ચ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના મંજૂર થયેલા બજેટમાંથી કરવામાં આવશે અને તમામ ચુકવણી નજીકના રૂપિયામાં રાઉન્ડ ઓફ કરીને કરવામાં આવશે.

