Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
    • Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો
    • Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર
    • Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર
    • Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા
    • Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી
    • Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક ટ્રેડ ડિલ થવાના અને ચાઈના સહિત વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ ઘટાડવા મામલે વિચારણાના સંકેત તેમજ અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ દેશના શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાંની સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળોને કારણે સપ્તાહના શરૂઆતી દિવસોમાં ભારતીય શેરબજાર પોઝીટીવ રહ્યું હતું. તેમજ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં પણ પસંદગીના રિઝલ્ટ સારા આવ્યા સામે કેટલીક કંપનીઓના નબળા પરિણામોની બજારમાં મિશ્ર અસર જોવાઈ હતી. પરંતુ એક તરફ યુદ્ધનું ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા-ચીન વચ્ચે એક દિવસ સમાધાનના તો બીજા દિવસે ઘર્ષણના ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર જોવાઈ હતી, આર્થિક મોરચે પડકારો સર્જાવાની શકયતાએ સપ્તાહના છેલ્લા દિવસોમાં સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    વૈશ્વિક બજારોની સાવચેતી પાછળ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેનની ફુગાવો તેમજ ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. ભારતીય સૂચકાંકોને મદદ કરતું બીજું મોટું પરિબળ વિદેશી રોકાણકારોની સતત ખરીદી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ૧૪ સત્રોમાં અંદાજીત રૂ.૪૫,૦૦૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. જે સ્થાનિક રોકાણકારો માટે એક મોટી ખાતરી તરીકે ગણાવી શકાય. વિદેશી રોકાણકારો નબળા ડોલર, ૨૦૨૫માં યુએસ અને ચીનમાં ધીમી વૃદ્ધિ અને વૃદ્ધિમાં ભારતના સંભવિત આઉટ પર્ફોર્મન્સ જેવા વૈશ્વિક મેક્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફંડોના થયેલા પલાયન બાદ ફરી વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી ભર્યો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો તેમજ ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફંડો પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે, છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં અંદાજીત ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.

    ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો ન થવાના કારણો જોઈએ તો ડીઆઈઆઈ અને એફઆઈઆઈની ઘટાડા પર ખરીદી, બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલરની નીચે, ડોલર ઇન્ડેક્સ ૧૦૦ ની નીચે, છેલ્લા ૧ મહિનામાં ડોલર ઇન્ડેક્સ સામે ભારતીય રૂપિયામાં વધારો, ભારતને ચીન / અન્ય સામે સારો વેપાર સોદો મળવાની શક્યતા, ભારતીય કોર્પોરેટ્‌સની બેલેન્સ શીટ ખૂબ જ લીવરેજ્ડ ન હોવી, રાજકોષીય ખાધ નિયંત્રણમાં, આરબીઆઈ દ્વારા બેંકોને સારી તરલતા પૂરી પાડતા અને ક્રેડિટ વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા, ફુગાવો નિયંત્રણને લીધે થોડા વધુ દરમાં ઘટાડો થવાની શક્યતા, પરિણામો મોટે ભાગે ઇન-લાઇન, લાર્જ કેપ્સમાં મૂલ્યાંકન એટલા મોંઘા ન હોવા તેમજ નિફ્ટી-૫૦૦ બાસ્કેટ નફામાં વૃદ્ધિ આગામી ૨-૩ વર્ષ માટે ઓછામાં ઓછા ૧૦-૧૧% ની આસપાસ રહેવાની ધારણા જેવા કારણોનો સમાવેશ થાય છે.

    મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી તેમજ ૦૮ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૪૬૩.૭૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી તેમજ ૦૮ મે ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૧૬૫૫.૯૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ના રિપોર્ટમાં ભારત ૨૦૨૫માં જાપાનને પાછળ કરી વિશ્વનું ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે. આઈએમએફ દ્વારા જારી કરેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક – એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો જીડીપી ૪૧૮૭.૦૧૭ અબજ ડોલર (અંદાજે રૂ.૩૪૮ લાખ કરોડ) થશે. આ સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે.

    અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે. માર્ચમાં, ઋઢ૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો ટેરિફ પોલિસી શોકની અસર વધશે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) ICICI બેન્ક (૧૩૯૦) : પ્રાઇવેટ બેન્ક સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા. ૧૩૬૩ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૩૪૪ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૪૧૪ થી રૂા.૧૪૨૨ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૪૩૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!

    (ર)એક્સિસ બેન્ક (૧૧૫૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૧૩૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૧૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૧૭૩ થી રૂા.૧૧૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવન છે…!!

    (૩)ટાટા કેમિકલ્સ (૮૨૧) : રૂા.૮૦૮નો પ્રથમ તેમજ રૂા.૭૯૭ બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૮૩૮ થી રૂા.૮૫૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!

    (૪) ઇન્ડસઇન્ડ બેન્ક (૮૧૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૮૩૮ આસપાસ વેચવાલી થકી રૂા.૮૦૮ થી રૂા.૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૮૪૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!

    (પ) ગોદરેજ કન્ઝયુમર (૧૨૩૮) : રૂા.૧૨૬૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ  ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૨૮૦ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૨૦૮ થી રૂા.૧૧૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૨૯૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) ઓરબિન્દો ફાર્મા (૧૧૬૪) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૨૦૮ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૧૪૭ થી રૂા.૧૧૨૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૩૭૩) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૪૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૮૮ થી રૂા.૩૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) ઇન્ડસ ટાવર (૩૫૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૪૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૭૮ થી રૂા.૩૯૦નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)કોલ ઇન્ડિયા (૩૬૫) : રૂા.૩૫૩ નો પ્રથમ તેમજ રૂા.૩૨૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૭૭ થી રૂા.૩૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)રાઇટ્‌સ લિમિેટેડ (૨૦૨) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૧૮ થી રૂા.૨૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૯૩નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)શિપિંગ કોર્પોરેશન (૧૬૦) : રૂા.૧૪૭નો પ્રથમ તેમજ રૂા.૧૩૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૭૩ થી રૂા.૧૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)એલએન્ડ ટી ફાઇનાન્સ (૧૫૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૩૭ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૭૩ થી રૂા.૧૮૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)બંધન બેન્ક (૧૪૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૩૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૬૩ થી રૂા.૧૭૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (૧૩૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેકટરનો આ સ્ટોક રૂા.૧૧૮આસપાસ રોકાણકારે રૂા.૧૪૪ થી રૂા.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૦૮ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)ઝોડિયાક કલોધિંગ કંપની (૯૯)ઃ ગાર્મેન્ટસ એન્ડ એપેરલ્સ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૧૩ થી રૂા.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૮ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)ઇન્ટ્રાસોફટ ટેકનોલોજીસ (૮૬)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે  ઇ-રીટેઇલ/ ઇ-કોમર્સ સેકટરના આ સ્ટોકને રૂા.૭૮ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૪ થી રૂા.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)એસજેવીએન લિમિટેડ (૮૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૭૪ નો પ્રથમ તેમજ રૂા.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૯૩ થી રૂા.૧૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) BCPL રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર (૬૦) : રૂા.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૮ થી રૂા.૭૪  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    એપ્રિલ ૨૦૨૫માં જીએસટીની રૂ.૨.૩૭ લાખ કરોડની આવક…!!

    એપ્રિલ ૨૦૨૫માં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં રૂ.૨.૩૭ લાખ કરોડને વળોટી ગઈ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ માસમાં રિફંડ તરીકે રૂ.૨૭,૩૪૧ કરોડ આપવામાં આવ્યા છે. આમ જીએસટીના આવકમાં એક સામટો ૧૨.૬ ટકાનો વધારો થયો છે. એપ્રિલ ૨૦૨૪માં જીએસટીની કુલ આવક રૂ.૨.૧૦ લાખ કરોડની હતી. તેની તુલનાએ ૧૨.૬ ટકાનો વધારો આવ્યો છે.

    માર્ચ ૨૦૨૫માં જીએસટીના આવક રૂ.૧.૯૬ લાખ કરોડની થઈ હતી. સત્તર મહિના બાદ જીએસટીની આવકમાં થયેલો આ સૌથી મોટો વધારો છે. જોકે જીએસટીની રૂ.૨.૩૭ લાખ કરોડની આવકમાં મહારાષ્ટ્રનો ફાળો રૂ.૪૧,૬૪૫ કરોડ, કર્ણાટક ૧૭,૮૧૫ કરોડ, તામિલનાડુ ૧૩,૮૩૧ કરોડ, હરિયાણાનો રૂ.૧૪,૦૫૭ કરોડ અને ગુજરાત ૧૪૯૭૦ કરોડનો રહ્યો છે. તેમના થકી થતી આવકમાં ૧૦ ટકાથી માંડીને ૧૩ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. મિઝોરમમાં જીએસટીની આવક માઈનસ ૨૮ ટકા, ત્રિપુરામાં માઈનસ સાત ટકા અને આંધ્રપ્રદેશમાં માઈનસ ૩ ટકા રહી હોવાનું જોવા મળ્યું છે.

    દેશના બજારમાં થયેલા વેપાર વહેવારો થકી જીએસટીની આવક ૧૦.૭ ટકા વધીને રૂ.૧.૯૦ લાખ કરોડની થઈ છે. તેની સામે આયાતી ચીજવસ્તુઓના વેપાર થકી જીએસટીની રૂ.૪૬,૯૧૩ કરોડની આવક થઈ છે. તેની સામે રિફંડની ચૂકવણીમાં ૪૮.૩ ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે કુલ રિફંડ રૂ.૨૭,૩૪૧ કરોડનું ચૂકવવાનું આવ્યું છે. રિફંડને એડજસ્ટ કર્યા પછી જીએસટીની ચોખ્ખી આવક ૯.૧૦ ટકા વધી છે. ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષને અંતે જીએસટીની કુલ આવક રૂ.૨૨.૧ લાખ કરોડની થઈ હતી. ૨૦૨૫-૨૬ના વર્ષને અંતે રૂ. ૨૬થી ૨૭ લાખ કરોડની નેટ ઇન્કમ થવાનો ટાર્ગેટ રાખવામાં આવી શકે છે.

    જીએસટીની વધતી આવક અને ઈ-વે બિલના જનરેશનમાં થતો વધારો દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપે છે. માર્ચ-એપ્રિલ ૨૦૨૫ની જીએસટીની આવક સૂચને છે કે સ્થાનિક બજારમાં ડિમાન્ડ સારી છે. તેમ જ ફુગાવો નીચે આવ્યો છે. લોકો છૂટથી પૈસા ખર્ચી રહ્યા હોવાથી તેમની પાસે ખર્ચવા માટેના વધારાના પૈસા પણ મોજૂદ છે. ટેરિફ વોરને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનો માહોલ નિર્માણ થયો હોવા છતાંય મોટાભાગના આથક નિર્દેશકો દેશનું અર્થંતંત્ર પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું હોવાનો નિર્દેશ આપે છે. જીએસટીની વધી રહેલી આવક કોમ્પ્લાયન્સમાં વધારો થયો હોવાનો પણ નિર્દેશ આપે છે.

    એસએન્ડપી ગ્લોબલે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૬.૩% કર્યો…!!

    એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. આનું કારણ અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર હોવાનું કહેવાય છે. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. એસએન્ડપીએ અંદાજ લગાવ્યો હતો કે ભારતીય રૂપિયો-અમેરિકન ડોલર વિનિમય દર ૨૦૨૫ ના અંત સુધીમાં ૮૮ સુધી પહોંચી શકે છે, જે ૨૦૨૪માં ૮૬.૬૪ હતો.

    યુએસ ટેરિફ નીતિની જાહેરાત પછી રૂપિયામાં ઘણી અસ્થિરતા જોવા મળી રહી છે અને હાલમાં તે ૮૪ આસપાસના સ્તરે છે. અહેવાલ મુજબ, એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં, ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫ માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવે છે. માર્ચમાં, ઋઢ૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો.

    બેન્કિંગ ક્ષેત્રમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ મંદ પડીને વાર્ષિક ધોરણે ૧૧.૬૦% રહી…!!

    રિઝર્વ બેન્કના સખત ધોરણોને પરિણામે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં બેન્કિંગ ક્ષેત્રમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ મંદ પડીને વાર્ષિક ધોરણે ૧૧.૬૦ ટકા રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૭.૬૦ ટકા રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. આમછતાં અન્ય સેગમેન્ટની સરખામણીએ સૌથી વધુ લોન્સ રિટેલ સેગમેન્ટમાં જોવા મળી રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટ ધોરણ વધારી દેવાતા બેન્કોએ અનસિકયોર્ડ લોન છૂટી કરવાની ગતિ ધીમી કરવી પડી હતી. રિટેલ ધિરાણનો આંક નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે રૂપિયા ૫૯.૫૦ ટ્રિલિયન રહ્યો હતો.

    અન્ય સેગમેન્ટ જેમ કે કૃષિ તથા સંલગ્ન પ્રવૃત્તિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ધિરાણની સરખામણીએ સૌથી વધુ ધિરાણ રિટેલ સેગમેન્ટમાં જોવા મળી રહ્યું છે. રિટેલ ધિરાણમાં ખાસ કરીને અનસિકયોર્ડ લોનમાં ડિફોલ્ટમાં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે આ સેગમેન્ટની લોન માટેના રિસ્ક વેઈટને ૧૦૦ ટકા પરથી વધારી ૧૨૫ ટકા કર્યું હતું. જો કે હવે તેને પ્રસ્‌થાપિત કરાયું છે. બેન્કિંગ ક્ષેત્રમાં એકંદર ધિરાણ વૃદ્ધિ ઘટીને ગત નાણાં વર્ષમાં ૧૧ ટકા રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪માં ૨૦.૧૧ ટકા જોવા મળી હતી. નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે એકંદર ધિરાણનો આંક રૂપિયા ૨૭.૫૬ ટ્રિલિયન વધી રૂપિયા ૧૮૨.૪૦ ટ્રિલિયન રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.

    સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રને ધિરાણનો આંક વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા વધી રૂપિયા ૨૨.૯૦ ટ્રિલિયન રહ્યો હતો. ઔદ્યોગિક ધિરાણનો આંક ૭.૮૦ ટકા વધી રૂપિયા ૩૯.૪૦ ટ્રિલિયન જ્યારે સેવા ક્ષેત્રમાં ધિરાણમાં ૧૨.૪૦ ટકા વધી આંક રૂપિયા ૫૧.૬૦ ટ્રિલિયન રહ્યો હતો. આ વખતે કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે આપવામાં આવેલી લોનમાં માત્ર ૧૦.૪% નો વધારો થયો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે વૃદ્ધિ ૨૦% હતી. આ વખતે ઔદ્યોગિક ક્ષેત્રને આપવામાં આવેલી લોનમાં પણ ૮%નો વધારો થયો છે, જે ગયા વર્ષની ગતિ જેટલો જ છે.

    ઉદ્યોગની અંદર, પેટ્રોલિયમ, કોલસો, ધાતુઓ, મશીનરી અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સારી લોન વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ માળખાગત ક્ષેત્રમાં લોન વૃદ્ધિ થોડી ધીમી પડી છે. આ વર્ષે સેવા ક્ષેત્રને બેંક લોન ૧૩.૪% વધી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૦.૮% હતી. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ ઘટાડાનું મુખ્ય કારણ એનબીએફસી એટલે કે નોન-બેંકિંગ કંપનીઓને આપવામાં આવેલી લોનમાં ઘટાડો છે. જોકે, વ્યાવસાયિક સેવાઓ અને વેપાર ક્ષેત્રોમાં લોન વૃદ્ધિ હજુ પણ સારી છે.

    એપ્રિલના બીજા પખવાડિયામાં FPIએ ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી..!!

    ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેરબજારમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે. વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો, ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે. અગાઉ આ પ્રકારની મોટી ખરીદી જુલાઈ ૨૦૨૪માં ભારતીય શેરોમાં ૫.૧ અબજ ડોલરની નોંધાઈ હતી. વિદેશી રોકાણકારોએ બુધવારે વધુ ૬૦ લાખ ડોલરના શેરોની ખરીદી કરવા સાથે એપ્રિલ મહિનામાં કુલ ખરીદી ૧.૩ અબજ ડોલરની નોંધાઈ છે. જે માર્ચની તુલનાએ નોંધનીય વધુ છે.

    માર્ચમાં નેટ ખરીદી ૨૩.૪ કરોડ ડોલરની થઈ હતી.અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા સુધરીને ૮૪.૪૯ રહ્યો છે. જે નવેમ્બર ૨૦૨૨ બાદનો એક દિવસનો સૌથી વધુ વધારો છે. એફપીઆઈઝનો શેરોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં ૧.૨૬ અબજ ડોલર, માર્ચ ૨૦૨૫માં ૨૩.૪ અબજ ડોલર રહ્યો હતો. જે ફેબ્રુઆરી ૨૦૨૫માં ૫૩.૫ લાખ ડોલરની નેટ વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૫માં ૮.૪૨ અબજ ડોલરની નેટ વેચવાલી અને ડિસેમ્બર ૨૦૨૪માં ૧.૩૨ અબજ ડોલરની નેટ ખરીદી નોંધાઈ હતી.

    continues Indian Stock Market rally after a rebound
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX Weekly માર્કેટ રિપોર્ટ

    May 10, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 9, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    May 9, 2025
    રાષ્ટ્રીય

    ઉદ્યોગપતિ Mukesh Ambani and Gautam Adani એ સેનાને ટેકો આપવાનું વચન આપ્યું

    May 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 8, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૪૦૦૮ પોઈન્ટ ની સપાટી..!!!

    May 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025

    Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર

    May 12, 2025

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.