Nagpur, તા. 8
RSS ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, દુનિયાની બધી સમસ્યાઓનું મૂળ માનવ સ્વભાવની પાંચ-છ વૃત્તિઓ છે. આમાં માણસનો લોભ, સ્વાર્થ શામેલ છે, જેના કારણે બધી સમસ્યાઓ છે. તેમણે કહ્યું કે માણસનો કટ્ટરતા ક્રોધ અને નફરત પેદા કરે છે, જે ઝઘડા તરફ દોરી જાય છે. મોહન ભાગવત નાગપુરમાં ભગવાન શિવના મંદિરમાં દર્શન દરમિયાન એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
મોહન ભાગવતે ભગવાન શિવના મૂલ્યો અને ઉપદેશો પર પ્રકાશ પાડતા કહ્યું કે ‘શિવનો સ્વભાવ નિ:સ્વાર્થ છે અને બધું માનવતા માટે છે. આપણે આ રીતે જીવન જીવવાની જરૂર છે.
ભાગવતે આગળ સમજાવ્યું કે દુનિયાની બધી સમસ્યાઓનું મૂળ માનવ સ્વભાવની પાંચ-છ વૃત્તિઓ છે. આમાં માણસનો લોભ, સ્વાર્થ શામેલ છે, જેના કારણે બધી સમસ્યાઓ છે અને માણસનો કટ્ટરતા ક્રોધ અને દ્વેષ પેદા કરે છે, જે ઝઘડા તરફ દોરી જાય છે.’
મોહન ભાગવતે કહ્યું કે ’જે બીજાને નથી મળતું, તે મને મળવું જોઈએ’ જેવી સ્વાર્થી માનસિકતા લોકોમાં ભેદભાવ કરવાની વૃત્તિ પેદા કરે છે. ભાગવતે આગળ કહ્યું કે આ વૃત્તિઓને બદલવા માટે, વ્યક્તિએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
વ્યક્તિએ પોતાના માટે વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખ્યા વિના, બધા પ્રત્યે નમ્રતા અને કરુણાનું જીવન અપનાવવું જોઈએ. ભાગવતે કહ્યું કે આવી પવિત્ર જીવનશૈલી તરફ દરરોજ એક પગલું ભરવું એ સાચી શિવભક્તિ છે.