Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે

    July 30, 2025

    Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી

    July 30, 2025

    handrakant Pandit કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પદેથી રાજીનામું આપ્યું, ૨૦૨૪ માં ટીમ માટે ખિતાબ જીત્યો હતો

    July 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે
    • Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી
    • handrakant Pandit કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પદેથી રાજીનામું આપ્યું, ૨૦૨૪ માં ટીમ માટે ખિતાબ જીત્યો હતો
    • Divya Deshmukh ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, ભૂતપૂર્વ કોચે તરત જ તેની સરખામણી ધોની સાથે કરી
    • Test cricket નો આ મહાન રેકોર્ડ લગભગ ૯૦ વર્ષથી તૂટ્યો નથી, પરંતુ હવે તે તૂટતો હોય તેવું લાગે છે
    • England cricket team નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રવાસ પર એશિઝ શ્રેણી રમાશે
    • તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર પર ચર્ચા
    • ૩૦ વર્ષથી ચૂપ રહી અને અવાજ ન ઉઠાવી શકી: Actress Trupti Dimri
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»પશુપક્ષીઓની છઠ્ઠી ઈન્દ્રિય વિજ્ઞાન માટે કોયડારૂપ
    લેખ

    પશુપક્ષીઓની છઠ્ઠી ઈન્દ્રિય વિજ્ઞાન માટે કોયડારૂપ

    snsnews2024@gmail.comBy [email protected]February 17, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષાઋતુના આગમન સમયે લગભગ દરેક વ્યકિતને એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે આ વરસે વરસાદ કેટલો આવશે? કયારે આવશે? આમ તો હવામાન ખાતું આગાહી કરતું હોય છે અને હવે તો ઉપગ્રહો મારફતે પૃથ્વીની તસવીરો ખેંચીને વાદળોની સ્થિતિના આધારે અનુમાન કરવાની પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે, પરંતુ આ હવામાન ખાતાની આગાહી હજી સચોટ પરિણામ આપતી થઈ નથી એવું લાગી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી માટે હજી એ જાણવાનો પ્રયાસ થાય છે કે ટિટોડી ઈંડાં કયાં મૂકે છે? કોઈ ઊંચી ઈમારતની છત ઉપર જો ઈંડાં મૂકે તો ભારે વરસાદ થશે તેવી અને જમીન ઉપર મૂકે તો વરસાદ ખેંચાશે અથવા ઓછો પડશે એવી આગાહી જાણકારો કરતા હોય છે. તો વળી ભૂકંપ, વાવાઝોડું કે અન્ય કુદરતી આપત્તિની આગોતરી જાણકારી ચોક્કસ સ્વરૂપમાં મેળવવાનું વિજ્ઞાન માટે હજી દૂરની સંભાવના જણાય છે ત્યારે કુદરતે અબોલ પશુ-પંખીઓને એવી આંતરિક શકિત આપી છે. તેમને આવી દુર્ઘટનાઓની આગાહી કેવી રીતે મળી જાય છે તે વિજ્ઞાન માટે પણ હજી અચરજભર્યું જ બની રહ્યું છે. વિજ્ઞાનીઓ દ્વારા આ દિશામાં થયેલા પ્રયાસો દ્વારા પણ એ વાતને સમર્થન મળે છે કે અન્ય જીવો, પશુ-પંખીઓમાં કુદરતી શકિત પડેલી છે, જેના દ્વારા તેઓ આગોતરી જાણકારીના આધારે સલામત સ્થળે ખસી જઈને પોતાનો બચાવ જાતે જ કરી લે છે. સામાન્ય ભાષામાં જેને છઠ્ઠી ઈન્દ્રિય કહેવામાં આવે તે આવી ઘટનાઓની અગાઉથી જાણકારી આપતા સંકેતો અંગે કરવામાં આવેલાં સંશોધનો બતાવે છે કે એક પ્રકારની ચુંબકીય શકિત ધરાવતા તરંગો પશુ-પંખીઓને ચેતવણી આપી દે છે. દરિયા માર્ગે લાંબી મુસાફરી કરતાં જહાજોના ચાલકો દ્વારા આધુનિક યંત્રોની સાથોસાથ કેટલાક દેશી ઉપાયો દ્વારા પણ જાણકારી મેળવવાના પ્રયાસ થાય છે, જેમ કે કોઈ તોફાન આવવાનું હોય ત્યારે વહાણ કે મોટી સ્ટીમરમાં રહેતા ઉંદરોની હલચલના આધારે આવો સંકેત મેળવવા પ્રયાસ થાય છે. જો ઉંદર એકાએક સક્રિય બની જાય અને દરમાંથી બહાર આવી દોડાદોડી કરવા લાગે તો ટૂંક સમયમાં દરિયામાં તોફાન આવવાની આગાહી થતી હોય છે. વરસાદ આવવાનો હોય તેના થોડા સમય અગાઉ કાળી કીડીઓ પોતાનાં ઈંડાં ઊંચા સ્થાન ઉપર ફેરવવા માંડે છે. દેડકાઓ સામૂહિક ગાન કરવા લાગે ત્યારે પણ વરસાદ આવે છે. ચકલી પાણી અથવા ધૂળમાં આળોટવા લાગે તેને વરસાદના આગમનના સંકેતરૂપ માનવામાં આવે છે? મધમાખીઓને પણ વરસાદના આગમનની પૂર્વ જાણ આપોઆપ થઈ જાય છે અને વરસાદ આવવાના થોડા કલાકો પહેલાં જ સમૂહમાં બધી મધમાખી ભેગી થઈને વર્તુળાકારે ઊડવા લાગે છે. ધીરે ધીરે મોટું વર્તુળ બનાવી કયાંય દૂર ચાલી જાય છે અને વર્ષાઋતુ પૂરી થતાં પાછી પોતાના મધપૂડામાં આવી જાય છે. તિબેટ અને દાર્જીલિંગના પહાડી પ્રદેશમાં ભારે વરસાદ થવાનો હોય તેની જાણકારી સારસને પહેલેથી થઈ જાય છે. વધારે વરસાદ થવાનો હોય તો તેનો માળો ગુફા અથવા પહાડની ચટ્ટાનો વચ્ચે સલામત જગ્યા જોઈને બાંધે છે. એવી જ રીતે દરિયામાં જ્યારે ઓટ આવવાની હોય ત્યારે અમુક માછલી દરિયાની રેતમાં ચોક્કસ સમય જાણીને જ ઈંડાં મૂકી આવે છે. જાપાનમાં કાચિંડાની જેમ એક રંગ બદલતી માછલી થાય છે. તેના શરીરનો રંગ લાલ બની જાય ત્યારે વરસાદ આવવાની શકયતા એકદમ વધી જાય છે. તેનો રંગ લીલો બની જાય તો સમજવાનું કે ઠંડી વધારે પડશે, જ્યારે સફેદ રંગ હોય ત્યારે ગરમી વધારે પડે છે. આથી જાપાનીઓ મોસમની જાણકારી માટે આ માછલીને પોતાના ઘરમાં એકવેરિયમમાં રાખે છે. ચીનમાં કેટલાંક પાલતુ પશુઓ ભૂંકપની આગોતરી જાણ પોતાના અસામાન્ય વર્તન દ્વારા કરી દે છે. સૂર્ય કે ચંદ્રગ્રહણ સમયે પણ આ પશુઓના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ચંચળ પ્રકૃતિના અને સતત ઊછળકૂદ કરતા વાંદરા પણ ગ્રહણ સમયે ચૂપચાપ એક જગ્યાએ બેસી જાય છે. પોપટમાં અવાજની નકલ કરવાની અદ્‌ભુત શકિત હોય છે, પરંતુ કોઈ અસામાન્ય ઘટના થવાની હોય ત્યારે પોપટનો સ્વર બદલાઈ જાય છે અને અશુભ સંકેતની જાણ કરી દે છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એફિલટાવર ઉપર પોપટો રાખવામાં આવતા હતા, જેથી હવાઈહુમલાની પૂર્વ જાણકારી પોપટના વર્તન ઉપરથી આવી જતી હતી. મનુષ્ય બધાં પ્રાણીઓમાં પોતાને સૌથી વધુ બુદ્ધિશાળી ગણાવે છે, પરંતુ કુદરતે તેના અન્ય જીવોમાં પણ આવી ગુપ્ત શકિતઓ મૂકેલી છે. કુદરતી આપત્તિની જાણકારી અન્ય પશુઓને કેવી રીતે મળી જાય છે તેનું વિસ્મય વિજ્ઞાનીઓ જાણી શકયા નથી. આપણે કુદરતથી દૂર જતા ગયા આથી સંવેદનશીલતા ગુમાવી રહ્યાં છીએ. પ્રકૃતિની જેટલા નજીક રહીએ તેટલો તેની શકિતઓનો લાભ આપણને મળી રહે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    [email protected]
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ઓપરેશન સિંદૂર પર ચર્ચા

    July 30, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 10

    July 29, 2025
    હેલ્થ

    વિશ્વ-Hepatitis-Day

    July 28, 2025
    લેખ

    તંત્રી લેખ… સિંગુરના ઝાટકા બાદ ટાટા ગ્રુપ ફરી મમતા સાથે હાથ મિલાવે છે

    July 28, 2025
    લેખ

    શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા

    July 26, 2025
    ધાર્મિક

    શ્રી સોમનાથ જ્યોર્તિલિંગની કથા

    July 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે

    July 30, 2025

    Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી

    July 30, 2025

    handrakant Pandit કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પદેથી રાજીનામું આપ્યું, ૨૦૨૪ માં ટીમ માટે ખિતાબ જીત્યો હતો

    July 30, 2025

    Divya Deshmukh ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, ભૂતપૂર્વ કોચે તરત જ તેની સરખામણી ધોની સાથે કરી

    July 30, 2025

    Test cricket નો આ મહાન રેકોર્ડ લગભગ ૯૦ વર્ષથી તૂટ્યો નથી, પરંતુ હવે તે તૂટતો હોય તેવું લાગે છે

    July 30, 2025

    England cricket team નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રવાસ પર એશિઝ શ્રેણી રમાશે

    July 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે

    July 30, 2025

    Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી

    July 30, 2025

    handrakant Pandit કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પદેથી રાજીનામું આપ્યું, ૨૦૨૪ માં ટીમ માટે ખિતાબ જીત્યો હતો

    July 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.