Mumbai,તા.27
મુંબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ત્યારે ગભરાટ ફેલાયો જ્યારે એક ક્રૂ મેમ્બરે વિમાનમાં એક ટીશ્યુ પેપર જોયું જેના પર ’બોમ્બ’ લખેલું હતું. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને દિલ્હી પોલીસને તાત્કાલિક આ અંગે જાણ કરવામાં આવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ખબર ટીશ્યુ પેપર પર લખેલી હતી. એક ક્રૂ મેમ્બરને વિમાનમાં ટીશ્યુ પેપર મળ્યું. પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી. આ પછી, સુરક્ષા અધિકારીઓ આખા વિમાનની તપાસ કરવા માટે પહોંચ્યા છે.
માહિતી અનુસાર, ફ્લાઇટ નંબર 2954 જે મુંબઈથી દિલ્હી આવી હતી. તેમાં ક્રૂ મેમ્બરને એક ટીશ્યુ પેપર મળ્યું. જેના પર લખ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2948 માં બોમ્બ છે.
શનિવારે શરૂઆતમાં, બર્મિંગહામ (યુકે) થી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ડાયવર્ટ કરવી પડી હતી.
ટાટા ગ્રુપની માલિકીની એરલાઇને રવિવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનને રિયાધ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું અને સંપૂર્ણ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. ચેકમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.