New Delhi,તા.21
ભારતમાં જાડાપણાની વધતી જતી સમસ્યા સામે દુનિયાભરમાં બ્લોક બસ્ટર જેવી ઓન્ટી ઓબેસીટી-જાડાપણું ઘટાડવા માટેની દવા મોનજારો ભારતમાં લોન્ચ થઈ છે. વિખ્યાત અમેરિકી ફાર્મા કંપની એલી લીલી દ્વારા આ દવા લોન્ચ થઈ છે જેનો સિંગલ ડોઝ શીશી મળશે.
તબીબી ભલામણ મુજબ તેના 1 માસનો ખર્ચ રૂા.17000 જેટલો થઈ શકે છે તથા તે જાડાપણા ઉપરાંત ટાઈપ-ટુ ડાયાબીટીસ માટે પણ અસરકારક છે. સપ્તાહમાં એક વખત તેનો ડોઝ લેવાનો રહે છે અને અમેરિકામાં તેનો માસિક ખર્ચ રૂા.1 લાખ સુધી થઈ શકે છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી દ્વારા તેને મંજુરી અપાઈ છે.
ભારતમાં જાડાપણાની આ પ્રકારની પ્રથમ ટ્રીટમેન્ટ છે અને ભારત માટે ખાસ ભાવ નીચા રાખ્યા હોવાનો દાવો કંપનીએ કર્યો છે. ભારતમાં લોકો વધુને વધુ જાડા થતા જાય છે જે બીજા રોગને પણ આમંત્રણ આપે છે.
જેથી આ દવાને મોટુ બજાર મળી શકે છે. આ દવા લેબથી 72 સપ્તાહમાં સરેરાશ 21.8 કિલો (15 મીલીગ્રામ ડોઝ) અને 15.4 કિલો (5 મીલીગ્રામ ડોઝ) વજન ઘટાડી શકાય છે અને ટાઈપ-ટુ ડાયાબીટીસ પણ ઘટાડે છે.