Gandhinagar,તા.19
Delhi અને Bengaluru સહિતના શહેરોમાં શાળાઓમાં Bombની ધમકીના ગઈકાલે એક જ દિવસમાં 90થી વધુ શાળાઓને મળેલા Email તેમજ Punjabમાં Amritsarના Golden Templeને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલની અફડાતફડી વચ્ચે હવે ગુજરાતમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય અને કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલથી જબરો ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે સીએમઓ તથા કલેકટર કચેરી સહિતની મહત્વની સરકારી ઈમારતોનો ખુણેખુણો ચકાસી લીધો છે. જો કે તેમાં હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી જયારે મુખ્યમંત્રી કાર્યાલય સહિતની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ આ પ્રકારે બોમ્બની ધમકીના ઈમેઈલ મળી રહ્યા છે.
અગાઉ વડોદરા અને વેરાવળની કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળેલ હતી. જયારે આઈપીએલ સહિતના સમયે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પણ બોમ્બ હોવાની ધમકી આપતો ઈમેઈલ મળ્યો હતો.
પરંતુ મુખ્યમંત્રી કાર્યાલય અને ગાંધીનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને ગંભીરપણે લેવામાં આવી હતી. ઈમેઈલમાં જણાવાયું હતું કે અમૃતસરના સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ટાર્ગેટ કરાશે. સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઈમેઈલથી ભાષા ગડબડવાળી: તામિલનાડુથી લઈ અનાથાલયનો ઉલ્લેખ
સીએમઓ તથા કલેકટર કચેરીને ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે તેની ભાષા પણ વિચિત્ર હોવાનું બહાર આવ્યું છે. જેમાં ગુજરાત જ નહી તામિલનાડુના રાજકારણ અને ત્યાં કેટલાંક પત્રકારો તથા રાજકીય હસ્તીઓના નામોનો ઉલ્લેખ છે.
પોલીસને જણાવ્યા મુજબ ઈમેઈલ અલગ અલગ રાજયો અને શંકાસ્પદ નામો સાથે મોકલાયો છે જેનું કોઈ રાજકીય કનેકશન પણ હોઈ શકે છે. જેનો ઈરાદો પણ તનાવ અને ભય સર્જવાનો છે. ઈમેઈલમાં એ પણ જણાવાયું છે કે અનાથાલયની બાળકીઓનું શોષણ કરવામાં આવે છે.