ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિમી દૂર નોંધાયું, ભૂકંપમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે
Gir Somnath તા.૨૦
ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૧૯ અને ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે ૧૪ કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા(ૈંજીઇ)મુજબ, ગીર સોમનાથના તાલાલામાં ગત ૧૯ નવેમ્બરે, સવારે ૦૬ઃ૧૨ વાગ્યે ૨.૭ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે બીજી દિવસે એટલે કે ૨૦ નવેમ્બરના રોજ વારાફરતી બે ભૂકંપના આંચકા આવ્યા હતા.
ૈંજીઇ અનુસાર, ગીર સોમનાથના તાલાલામાં ૨૦ નવેમ્બરે બપોરે ૦૨ઃ૨૯ વાગ્યે ૨.૯ તીવ્રતાનો અને ૦૨ઃ૫૩ વાગ્યે ૩ તીવ્રતાનો ભૂકંપ નોંધાયા છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

