રૈયાધાર, લક્ષ્મીનગર અને ભંગડા ગામે પોલીસના દરોડા : રૂ.63,600ની રોકડ કબજે
Rajkot,તા.31
શ્રાવણ મહિનો શરૂ થતાં જ શહેરમાં ઠેર ઠેર શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી ઉઠી છે. પોલીસે રૈયાધાર, લક્ષ્મીનગર અને ભંગડા ગામે 3 દરોડા પાડી જુગાર રમતા 7 મહિલા સહિત 27 પત્તાપ્રેમીને રૂપિયા 63600ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ, ત્રંબા નજીક ભંગડા ગામની સીમમાં ચાપરાજભાઈ ધાંધલની વાડીની પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાપરાજ બાપભાઈ ધાંધલ, અક્ષય ધીરૂભાઈ કાશીપરા, નિર્મળસિંહ સુખુભા જાડેજા, સુજિત દિનેશભાઈ ખાચર, દિલીપ અમૃતભાઈ ઉંજીયા, રઘુવીરસિંહ સુખુભા જાડેજા, હરીભાઈ રામાભાઈ જાંબુકીયા, દેવરાજ મેરામભાઈ મીર, રાજેશ ભુપતભાઈ ગોહેલ, હકીમ ઈસ્માઈલભાઈ બુકેરા, આશીષ કિશોરભાઈ માકડીયા, જેન્તી લાલજીભાઈ પરસાણા, રેહાનાબેન અકબરભાઈ પલેચા, રીંકલબેન રાજેશભાઈ ગોહેલ અને મુમતાઝબેન સાજીદભાઈ સંધીને ઝડપી લઈ પટ્ટમાંથી રૂા.23790ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં પીસીબીની ટીમે રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા તોફીક બશીરભાઈ ખાંડુના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક તોફીક ખાંડુ ઉપરાંત જાફર ઈકબાલભાઈ કીડીયા, સુમીત સંજયગીરી ગોસાઈ, ઈકબાલ ખાલીદભાઈ આરબ અને હુસેન ઈસ્માઈલભાઈ અગવાનને પકડી લઈ રૂા.27200ની રોકડ કબજે કરી હતી.
ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે નાનામવા મેઈન રોડ પર લક્ષ્મીનગર સોસાયટી શેરી નં.2માં રહેતા દયાબેન અમુભાઈ પરમારના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી પત્તા ટીંચતા દયાબેન પરમાર, શાંતાબેન લક્ષ્મણભાઈ આડેસરા, સકીલાબેન શબીરભાઈ સૈયદ, બીનાબેન કિશોરભાઈ લીટીયા, હિતેશ જેન્તીભાઈ જાદવ, અનિલ વેલજીભાઈ ચૌહાણ અને રામ પુંજાભાઈ પરમારને ઝડપી લઈ રૂા.12610ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.