Savarkundla,તા.26
સાવરકુંડલા મહુવા રોડ પર આવેલા રેલ્વે ગરનાળા પાસે ગરનાળા નીચેથી પસાર થતા એક ટ્રક ગરનાળા પાસે ફસાઈ જતા અમરેલી મહુવા રોડ પર ટ્રાફીક જામની હારમાળા સર્જાઈ આમ મોટામસ વાહનો આ ગરનાળા નીચેથી પસાર ન કરવાના સરકારના જાહેરનામું હોવા છતાં આવી પરિસ્થિતિ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. અને આમ
મોટા વાહનો પસાર ન કરવાના સરકારના જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ પણ થતો જોવા મળેલ. ટ્રક રેલવે ગરનાળા નીચે ફસાઈ જતાં નાના વાહનોની લાગી કતારો લાગી અને પરિણામ સ્વરૂપ સાવરકુંડલા મહુવા રોડ ટ્રાફિક જામથી બાધિત થયો. જાણવા મળતી વિગતો મુજબ સરકારના જાહેરનામાનો આમ છડેચોક ભંગ અને મોટા વાહનોની અવરજવરે ટ્રાફિક નિયમનના ધજાગરા ઉડતા જોવા મળેલ

