Washington,તા.27
આગામી તા.2 એપ્રિલથી ભારત સહિતના દેશો પર રેસીપ્રોકલ-જવાબી ટેક્ષ-લગાવવાની જાહેરાત કરનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેનો પ્રારંભ કરી દીધો છે અને અમેરિકામાં આયાત થતી કારો પર 25%નો ટેરીફ લગાવવાની જાહેરાત કરતા જ વિશ્વના ઓટો ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
તા.2 એપ્રિલને લીબરાઈઝેશન-ડે અથવા તો મુક્તિ દિવસ તરીકે જાહેર કરી તેમના ટેરીફ વોર માટે પણ આ ડેડલાઈન અમેરિકી પ્રમુખે જાહેર કરી છે અને તેના ભાગરૂપે ઓટો બાદ ફાર્મા સહિતના ક્ષેત્રો પર પણ આ પ્રકારે વધારાના ટેરીફ લાદશે.
ટ્રમ્પે જે કાર અમેરિકામાં નિર્મિત થઈ નથી તે તમામ વિદેશી કારો પર 25% ટેરીફ લાદયા છે જેના કારણે અમેરિકા બહાર રહીને કાર ઉત્પાદન કરી અમેરિકામાં જ નિકાસ કરતી અમેરિકી કંપનીઓને પણ આંચકો લાગ્યો છે. ફોર્ડ તથા જનરલ મોટર્સ જે પાડોશી મેકસીકો અને કેનેડાથી લઈને યુરોપમાં તેના કાર ઉત્પાદન પ્લાંટ ધરાવે છે.
તેઓને હવે અમેરિકામાં કાર વેચવી મોંઘી પડશે. યુરોપ-અમેરિકા તથા લેટીન અમેરિકાના દેશો વચ્ચે આ અંગે જે એક કરાર છે તેનો પણ ટ્રમ્પે ભંગ કર્યા છે. એક સમયે અમેરિકાનું ડેટ્રોઈટ વિશ્વના કાર ઉત્પાદનનું હબ ગણાતુ હતું તે આજે ભૂતીયા શહેર જેવું બની શકે છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે, સસ્તીમજુરી અને અન્ય કારણોસર જે અમેરિકી તથા વિદેશી કંપનીઓ અમેરિકા બહાર પ્લાંટમાં કાર ઉત્પાદન કરીને તે અમેરિકામાં વેચે છે તે પોતાના જ દેશમાં પ્લાંટ નાખે તે જરૂરી છે.
યુરોપીયન સંઘના વડા ઉર્સુલા વોર ડેર લેવન એ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાને ટીકા કરતા કહ્યું કે, અમો યુરોપના હિતો જાળવવા માટે અને અમારા આર્થિક હિત માટે જરૂરી પગલા લેશુ અને આ પ્રકારના ટેરીફ મુદે વાટાઘાટ પણ કરશું.
ટ્રમ્પે આ ટેરીફને ‘કાયમી’ ગણાવ્યા છે. જાન્યુઆરીમાંજ પદ સંભાળતા શ્રી ટ્રમ્પે ટ્રેડવોર શરૂ કરી હતી. ટ્રમ્પના આ આગામી અમેરિકી કંપની જનરલ મોટર્સ ફ્રોડે વિ. તથા સાઉથ કોરીયન કંપની હુંડાઈ વિ.ને અસર થશે.
ભારતમાં ટાટા મોટર્સ જે જેગુઆર લેન્ડરોવરનો પ્લાંટ બ્રિટનમાં ધરાવે છે અને અમેરિકામાં કાર વેચે છે તેને પણ આંચકો લાગશે પણ ભારતની મારૂતી વિ. કંપનીઓની અમેરિકી બજારોમાં હાજરી નહીવત છે.