Toronto,તા.18
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાતચીત દરમ્યાન તેમને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવી જવા કહ્યું હતું. પરંતુ મોદીએ તેમના અગાઉથી જ તમામ શેડયુલ ફીકસ હોવાથી પ્રમુખ ટ્રમ્પના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.
બાદમાં બંને નેતાઓએ ટુંક સમયમાં જ મળવાનું સ્વીકાર્યુ હતું. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને કવાડ બેઠક માટે ભારત આવવા આમંત્રણ આપ્યુ છે અને ટ્રમ્પે તે સ્વીકાર્યુ હતું.
જણાવ્યું હતું કે, તેઓ ભારત આવવા આતુર છે અને તેનો કાર્યક્રમ ચોકકસપણે નિશ્ચિત થશે. આમ આ વર્ષના અંત સુધીમાં ટ્રમ્પ ભારતની મુલાકાત લેશે.
35 મીનીટની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ કર્યુ હતું.