Kundheli તા.૨૦
હાલમાં જાહેર થયેલ NEET ૨૦૨૬ ના પરિણામમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી મહેતર અનિશ અબ્બાસભાઈએ ૬૧૩ ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. માતા ગૃહિણી તથા પિતા વ્યાપાર સાથે સંકળાયેલા છે. એવા સામાન્ય પરિવારના બાળકે મેળવેલા શ્રેષ્ઠ પરિણામ થકી તેવો ડૉક્ટર બનવાનું સ્વપન પૂર્ણ કરશે. અનિશભાઈએ જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ કાર્ડિયોલોજિસ્ટ બનવાનું સ્વપન રાખે છે. જેઓએ જણાવ્યું હતું કે આ શ્રેષ્ઠ પરિણામ પાછળ તેના માતાની તેમના વાંચન માટે કાળજી તથા પિતાની શાળાએ પહોંચાડવાની નિયમિતતા છે. તેમણે શાળા માટે કહ્યું હતું કે શાળામાં લેવાતી રાઉન્ડ ટેસ્ટ તથા ખઈચ સોલ્યુશનથી પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત વધુમાં તેમને ઉમેર્યું હતું કે તેમનામાં રહેલ આત્મ વિશ્વાસ, મહેનત, સતત પ્રયત્ન, માતા પિતા અને શાળાના યોગ્ય માર્ગદર્શન થકી સફળતા મળી છે. આ ઉપરાંત તેમણે હાલમાં અભ્યાસ કરતા બાળકો માટે સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સફળ થવું હોય તો તહેવારો, રજાઓ, પ્રસંગો બધુ જ મૂકીને આપણા ધ્યેયને ધ્યાને રાખીને મહેનત કરવી જોઈએ. આ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અનિશભાઇને ઉજ્જ્વળ ભવિષ્ય માટે ગણેશ શાળા ટીમાણા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

