Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»TV Actress Shweta Kwatraએ દુબઈમાં એક પોડકાસ્ટમાં કાસ્ટિંગ કાઉચનો ભયાનક અનુભવ વર્ણવ્યો
    મનોરંજન

    TV Actress Shweta Kwatraએ દુબઈમાં એક પોડકાસ્ટમાં કાસ્ટિંગ કાઉચનો ભયાનક અનુભવ વર્ણવ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026Updated:July 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16

    એક સમયની ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા ક્વાત્રા લાંબા સમયથી એક્ટિંગ દુનિયાથી દૂર છે અને હાલમાં પોતાના પરિવાર સાથે દુબઈમાં સમય વિતાવી રહી છે. ‘કહાની ઘર ઘર કી’, ‘કુસુમ’ અને ‘ઘર એક મંદિર’ જેવા સુપરહિટ શોઝ દ્વારા ઘરે-ઘરે લોકપ્રિય બનેલી શ્વેતાએ તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈને અનેક ખુલાસા કર્યા છે. આ દરમિયાન તેણે ઈન્ડસ્ટ્રીમાં ‘કાસ્ટિંગ કાઉચ’ પર પણ ખુલીને વાત કરી છે અને પોતાના સાથે ઘટેલી એક દર્દનાક ઘટના શેર કરી છે.

    શ્વેતા ક્વાત્રા ભલે આજે ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તેનો પતિ અને જાણીતો અભિનેતા માનવ ગોહિલ આ વર્ષની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’માં જોવા મળ્યો હતો. પોડકાસ્ટ દરમિયાન જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે શું ઈન્ડસ્ટ્રીમાં ખરેખર કાસ્ટિંગ કાઉચ જેવી પ્રવૃત્તિઓ થાય છે? ત્યારે તેણે જણાવ્યું કે, ‘હા, આ બિલકુલ સાચું છે.’

    પોતાની સાથે બનેલી આપવીતી શેર કરતા શ્વેતાએ જણાવ્યું કે, ‘મને ઘણીવાર ગંદા અને વિચિત્ર સવાલોનો સામનો કરવો પડતો હતો. કેટલીકવાર લોકો સીધું જ પૂછી લેતા કે શું તમે ‘કોમ્પ્રોમાઈઝ’ કરશો? શરૂઆતમાં મને આ શબ્દનો અર્થ પણ ખબર નહોતી. જ્યારે હું સામેથી પૂછતી કે આનો અર્થ શું છે, ત્યારે તેઓ એવા વિચિત્ર હાવભાવ બનાવતા કે જેથી હું સમજી જાઉં. એ સમયે એક છોકરી તરીકે મનમાં જે ડર પેદા થાય છે, તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.’

    શ્વેતાએ વધુમાં જણાવ્યું કે, ‘એકવાર મને એક ખૂબ જ સારી અને પ્રતિષ્ઠિત હોટેલમાં ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ત્યાં બહાર ઘણા બધા લોકો હોવાથી મને કોઈ અસુરક્ષિતતા ન લાગી, પરંતુ મનમાં થોડો સંકોચ જરૂર હતો. જ્યારે મને અંદર બોલાવવામાં આવી ત્યારે રૂમમાં રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર બધા હાજર હતા. તેમણે પહેલા મને સ્ક્રિપ્ટ વાંચી છે કે નહીં તે પૂછ્યું અને પછી ચાલીને બતાવવા કહ્યું. મેં બધું કર્યું, પરંતુ તે પછી જે થયું તેનાથી મારા હોશ ઊડી ગયા.’

    અભિનેત્રીએ જણાવ્યું કે, ‘તેમણે અચાનક મને કપડાં ઉતારવા (સ્ટ્રિપ કરવા) કહ્યું. મને લાગ્યું કે કદાચ મને સાંભળવામાં ભૂલ થઈ છે, પરંતુ તેમણે ફરીથી એ જ વાત દોહરાવી. જ્યારે મેં પૂછ્યું કે શા માટે? તો તેમનો જવાબ હતો કે અમે જોવા માંગીએ છીએ કે તમે સ્વિમસૂટમાં કેવા લાગશો. આ સાંભળતાં જ હું ખૂબ ડરી ગઈ અને ત્યાંથી તુરંત જ થેન્ક યુ કહીને ભાગી ગઈ.’

    તે સમયે કેવું અનુભવાઈ રહ્યું હતું તે અંગે વાત કરતા શ્વેતાએ જણાવ્યું કે, ‘મને એ સમયે અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે જ ભયાનક ડર પણ લાગતો હતો. ભલે રૂમની બહાર બીજા ઘણા લોકો હતા, પરંતુ એ બંધ રૂમની અંદર હું સાવ એકલી હતી.’ શ્વેતાના આ ખુલાસાએ ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં ઓડિશનના નામે થતા શોષણના કાળા સત્યને લોકો સમક્ષ ઉજાગર કર્યું છે.

    Casting-Couch Shweta Kwatra TV actress
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઋતુ એક જ પણ એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    Next Article 41 વર્ષની ઉંમરે ફરી દુલ્હન બનશે Jennifer Winget, UKમાં બોયફ્રેન્ડ સાથે લગ્નની તૈયારીઓ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 00:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.